SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ હીટલર અને મુસોલીની–નો ભય લાગે છે, તેથી તેઓ શસ્ત્રસરંજામ સજવામાં થયા છે. દુનિયામાં શાંતિ જાળવવી હોય તે યુદ્ધને માટે તૈયાર થઈ રહેલું જોઈએ, એ સિદ્ધાંત પ્રમાણે અમેરિકા પણ શસ્ત્રપરિધાનની વિધિમાં રોકાયું છે. Uળી બ્રિટનને હિંદમાંથી મદદ મળવાનો સંભવ ઓછો છે. આ પરિસ્થિતિમાં પાને ચીનની કમનસીબ અવસ્થાનો લાભ લીધે; કારણ કે જે અત્યારે જાપાન યુદ્ધ ન કરે તે ભવિષ્યમાં આ અવસર મળશે કે કેમ એ શંકા છે. - ૧૯૩૭ના જુલાઈની એક રાત્રે પીપિંગથી કેટલેક દૂર જાપાનીઝ અને ચાઈનીઝ લશ્કરને ભેટે થયે, અને યુદ્ધનાં પગરણ મંડાયાં. આ યુદ્ધમાં જાપાને જે માર્ગ લીધો છે, તે માર્ગ લેવાનાં કારણો સમજવાની ખાસ આવશ્યકતા છે. છે. જાપાનની ઈચ્છા આપ્ટેએ ચીન સર કરવાની છે, પણ તેમ કરતાં ત્યાં જે પાશ્ચાત્ય સત્તાઓ પોતાના હક જમાવી બેઠી છે તેમને ત્યાંથી દૂર કરવી પડે તેમ છે; પણ આ વસ્તુ જાપાનને માટે મુશ્કેલ છે. હાલને તબક્કે જે જે સત્તાઓનું જોર ત્યાં વધતું જાય છે, તેને અટકાવવાનું કામ પહેલું છે. આમાં રશિઆ મુખ્ય છે. રશિની મુરાદ આખાએ ચીનને સામ્યવાદી બનાવવાની છે. વળી રશિઆની હદ છેક સીકીઆન્ગ અને ઉત્તર મેંગેલિઆ સુધી તે આવી ગઈ છે. એટલે ચીનમાં. રશિઅન વિચારનું જોર વધતું જાય છે. બીજી બાજુ બ્રિટન અને અમેરિકા છે. અમેરિકાને મહાસામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા નથી; કારણકે પિતાની આર્થિક જરૂરિઆત માટે તેને બીજા કેઈ દેશ પર આધાર રાખવો પડે તેમ નથી. બ્રિટન હાલ તેની પાસે જે છે તેને જ સાચવવામાં ડહાપણ માને છે. તે સમજે છે કે જે હાલ જપાનને ચીનમાં વધતું અટકાવવામાં આવશે, તો જાપાન ઑસ્ટ્રેલિઆ તરફ નજર ફેરવશે, અને પોતાને તેની સાથે સીધા વિગ્રહમાં ઉતરવું પડશે. આથી જાપાનને બ્રિટનની બહુ ચિતા નથી. . . . . ! છે. બીજી બાજુ ભૌગોલિક કારણો તપાસીએ. ઉત્તર ચીનનો પાંચ પ્રાંતિ– રાખ્યુંન્ગ, હાથીઆઈ, ચહાર, શાન્સી અને સુઈયન-મન્યુફઓ કરતાં જાપાનને ઘણું ઉપયોગી નીવડે તેમ છે. ચહાર, શાન્સી અને દક્ષિણ હોથીઆઈમાં લેઢાની ખાણો છે. વધારામાં શન્સીમાં ઉચ્ચ પ્રકારનો કોલસાની ખાણેપણ છે. પાંચ પ્રાંતમાંથી કલાઈ, ત્રાંબું અને તેનું પણ નીકળે છે. કેટલેક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy