SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ પશ્ચિમની સત્તાઓ ધારતી હતી કે હવે જાપાન મન્ચુકુઓને ખીલવવામાં રોકાશે; પણ તેમની એ ધારણા નિષ્ફળ નીવડી. મન્ચુકુઓની આબેહવા ઘણી ઠંડી હાવાથી જાપાનીઝ પ્રજાને રહેઠાણ માટે યેાગ્ય નથી. વળી તેના અમુકજ ભાગમાં જોઈતી વસ્તુઓ પકવી શકાય તેમ છે. વધારામાં ત્યાંની પ્રજાની ખરીદશક્તિ છેક આછી છે, એટલે જાપાનને પાકા માલ પણ ત્યાં બહુ ખપી શકે તેમ નથી. એથી પેાતાની આર્થિક જરૂરિઆતા પાષવા જાપાનને તે હવે આગળજ વધવું રહ્યું. ઇ. સ. ૧૯૩૨માં શાન્ત્રાઈ નજીક યુદ્ધ થયું. તેમાં ચીનને શાન્વાઈ આગળથી પેાતાનું સૈન્ય ખસેડવાની ફરજ પડી, અને જાપાનને કેટલીક સત્તા મળી. ઇ. સ. ૧૯૩૩માં ઉત્તર ચીનમાં મન્ચુઓની નજીક આવેલા હેાલ અને ચહારના કેટલાક ભાગ જાપાને કબજે કર્યો; અને છેક પેકિંગ સુધી તે પેાતાનું સૈન્ય લઈ ગયું. આ યુદ્ધમાં પણ હારવાથી ચીનને પેાતાના ઉત્તરના પ્રાંતા જાપાનને હવાલે કરવા પડયા, અને યુદ્ધના અંત આવ્યા. મન્યુકુઓની જીત પછી પોતે એક મહાન સત્તા છે, એમ જાપાનને લાગવા માંડયું છે. જાપાને રાષ્ટ્રસંઘને તિલાંજલિ આપી, એંગ્લો-જાપાનીઝ સંધિને વહેતી મૂકી, અને બ્રિટન, અમેરિકા અને તેની વચ્ચેની લડાઈ–હાજો બાબતની સંધિના પણ અંત આવ્યા. ફરીથી જ્યારે બ્રિટને જાપાન પાસે વ્યાપારી સંધિ કરવાની માગણી કરી, ત્યારે બ્રિટનની સીધી સત્તા હેઠળ ન હોય તેવા કાઈ પણ દેશ વિષે ચર્ચા કરવાની જાપાને ના પાડી. આ બધી પરિસ્થિતિથી એમ જણાય છે, કે જાપાન એક મહાવિગ્રહ માટે તૈયાર થઈ ગયું છે. દરમિઆન જાપાને દુનિયાને ભ્રમમાં નાખી દીધી હાય, એમ લાગે છે. અધા દેશ માનવા લાગ્યા કે કિંમતનું ધારણ ( Price-level ) વધવાથી જંપાન સસ્તા ભાવે માલ વેચવાને અશક્ત બન્યું હતું, અને જ્યારે ખીજ અધા દેશે। આર્થિક મંદી પછી સુધરવા લાગ્યા હતા, ત્યારે જાપાનની પરિસ્થિતિ બડગતી હતી. આથી બધા માનવા લાગ્યા કે હમણાં વિશ્વશાંતિ જળવાશે. બીજી બાજુ જાપાનને અમૂલ્ય અવસર સાંપડયો. ચીન પોતાને સહીસલામત માનવા લાગ્યું. બ્રિટન, ફ્રાન્સ અને રશિઆને યુરાપના ખે મુત્સદ્દીઓ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy