SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ ફ્રાન્સના રાજ્યવિપ્લવમાં સમાનતા, સ્વતંત્રતા, અને બંધુતાના પાકારે આયર્લેન્ડ ઉપર અજબ અસર કરી. આરિશાએ એ બનાવને વધાવી લીધા.. અને ફ્રાન્સની રાજ્યધટનાને આદર્શ ગણી કેટલાક અધીરા આયરિશને ઈંગ્લેન્ડ જોડેના સંબંધ તેાડવાની કપના થઈ. એથી તેમણે એક ઉદ્દામ પક્ષ સ્થાપ્યા. વુલ્ફેટન નામના જ્વલંત દેશભક્તિના આવેશવાળા ગૃહસ્થે રોમન કેથોલિક અને અલ્સ્ટરના પ્રેસ્ટિટિરિયનને સમજાવી ‘સંગઠિત આયરિશ લાક’ (United Irishmen) ને પક્ષ રચ્યા, ઇ. સ. ૧૭૯૧. તેની લાકપ્રિયતાને લીધે સભ્યાની સંખ્યા તડામાર વધવા લાગી. પ્રેાટેસ્ટન્ટાએ ‘એરેન્જમેન’ નામે મંડળ સ્થાપી આ પક્ષને બને તેટલા વિરોધ કરવા માંડયે. આખરે મુખ્ય પ્રધાન પિટ્ટને લાગ્યું, હવે કંઇક થવાની જરૂર છે. તેણે બને તેટલા પ્રયત્ન કરીને કેથેાલિકાને મતાધિકાર આપવાને કાયદા આયરિશ પાર્લમેન્ટ પાસે કરાવ્યા. પછી તેએ સભાસદ થવા દેવાની માગણી કેમ ન કરે? ફિઝ વિલિયમ નામે આયર્લેન્ડના ઉદાર વાઇસરાયને તેમ કરવા દેવાના મત હતા, પણ આયર્લૅન્ડમાં પ્રેટેસ્ટન્ટ અને સરકારી અમલદારાના સંયુક્ત વિરાધને લીધે તેને નમ્યું આપીને દેશ છેાડવા પડયા. છેવટે વુલ્ફટાનના સાથીએએ આયર્લેન્ડમાં ખંડ જગાડી ફ્રેન્ચાની સહાય માગી. આથી ૧,૪૦,૦૦૦ સૈનિકાથી ભરેલાં ૪૩ ફ્રેન્ચ હાજો ઇ. સ. ૧૭૯૫માં આયર્લૅન્ડ જવા નીકળ્યાં. રસ્તામાં તેમને તેાફાન નડયું, અને એક પણ ફ્રેન્ચ બચ્ચા આયર્લૅન્ડને કિનારે ઉતરવા પામ્યા નહિ. ખંડ ખેસી ગયું, પણ ચીડાએલા પ્રેટેસ્ટન્ટે એ ‘એરેન્જમેન’ નામે નવા સંધ રચી કેથેલિકા સામે કમર કસી, એટલે દેશની સ્થિતિ વિકટ થઈ ગઈ. તેમાં અલ્સ્ટરના લેાકેાને નિઃશસ્ત્ર કરવાનું સરકારી ફરમાન નીકળ્યું. એથી દેશમાં ખળભળાટ થઈ રહ્યો, અને ઇ. સ. ૧૭૯૮માં જે બળવા ફાટી નીકળ્યો, તેમાં જમીનદારો જોડાયા. લોકેાને પોતાની અનેક ફરિયાદને નિર્ણય કરી લેવેા હતેા. તેમને પ્રેટેસ્ટન્ટ ધર્માલયેા માટે કર આપવા ભારે પડતા હતા, અને પાર્લમેન્ટની સુધારણા તથા ધાર્મિક છૂટ જોઈતી હતી. ઈંગ્લેન્ડથી છુટા પડવા માટે આ સંધિસમય છે એમ તેઓ માનતા. સરકારે કડક ઉપાયે વડે ખંડની જ્વાળાને સર્વત્ર ફરી વળતાં અટકાવી. આયરશે તાલીમ કે સાધન વિનાના હતા, તેમનામાં પરસ્પરનો
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy