SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ મળે તે માટે કોઈ નિયમ ન હતા, એટલે તે દેશની રાજ્યવ્યવસ્થા અસંતોષકારક રીતે ચાલતી. તેમાં અંગ્રેજ વેપારીઓ ઈર્ષ્યાથી આયર્લેન્ડના વેપારઉદ્યોગમાં બને તેટલી અડચણ નાખતા. ચાર્લ્સ બીજાના અમલમાં ઘેટાંબકરાં કે ઢેર ઈડલેન્ડમાં આયાત કરવાની મના કરવામાં આવી, અને વિલિયમ બીજાના સમયમાં તૈયાર માલ ઈગ્લેન્ડ વિના બીજા દેશોમાં ન વેચવાનું ફરમાન થયું. આથી આયર્લેન્ડને ઊનનો ઉદ્યોગ નષ્ટપ્રાય થઈ ગયો. નૌયાનના કાયદાએ પણ આયર્લેન્ડના વેપારને ફટકો માર્યો. ધીમે ધીમે ટેસ્ટન્ટને આ વાત સાલવા લાગી, અને ઈંગ્લેન્ડથી આયર્લન્ડને જુદું પાડવાની વૃત્તિ ઉદ્દભવવા માંડી. એથી ૧૮માં સૈકાના આરંભમાં અનેક દુઃખી અને ગરીબ આયરિશે સ્વદેશ તજી સ્પેન અને ફ્રાન્સ જઈ વસ્યા. કેટલાક તે તે દેશનાં સૈન્યમાં જોડાયા, અને ફાન્સ તથા ઈગ્લેન્ડ વચ્ચેના વિગ્રહોમાં તે શૂરવીરે ઈગ્લેન્ડની વિરુદ્ધ લડયા. અઢારમું સેકંઃ અમેરિકાના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિઆન આયર્લેન્ડને નામની સ્વતંત્રતા આપવામાં આવી. ફાન્સ અમેરિકાને સહાય કરી, એટલે કોઈ પણ પ્રસંગે તે આયર્લેન્ડ પર આક્રમણ કરશે, એવો ભય આયરિશને રહ્યા કરતો. આથી દેશનું રક્ષણ કરવા અને ફ્રાન્સનો ભય ટાળવા સર્વ પંથના લેકે મતભેદ છોડી એકત્ર થયા, અને અપૂર્વ સ્વાર્થત્યાગથી સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર કરી. જે કે સરકારે તેમાં સહાય ન આપી, પણ પ્રસંગની ગંભીરતા વિચારી કશી હરક્ત ન કરી. પછી સંસ્થાને સ્વતંત્ર થયાં, એટલે આયરિશના હૈયામાં જોર આવ્યું. અમારી પાર્લમેન્ટને સ્વતંત્ર કરી અમારા ઉદ્યોગ ઉપરનાં બંધને રદ કરવાં જોઈએ, એમ તેઓ એક મતે પિકારીને કહેવા લાગ્યા. પછી હેનરી ગ્રેટન નામના ચતુર આગેવાને લડત ઉપાડી, અને તેથી કરીને ઈ. સ. ૧૭૮૦માં આયર્લેન્ડના વેપાર ઉપરનાં બંધને રદ થયાં. પછી ઈ. સ. ૧૪૯૨માં થએલો પિયર્નિઝનો કાયદે રદ કરી પાર્લમેન્ટને સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું, ઈ. સ. ૧૭૮૨. આ પછી સુધારાવધારા કરવાની જરૂર નથી, એમ ડબ્લિનના સરકારી અધિકારીઓ કહેવા લાગ્યા, તેમ છતાં કાર્યકુશળ ગ્રેટને વધુ સુધારા મેળવવાની લડત ચાલુ રાખી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy