SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ સંદેશ મોકલ્યા. આવી વિકટ સ્થિતિમાં સંસ્થાન ખાતાના પ્રધાન ચેમ્બર્લેઈને સમાધાન માટે અનેક પ્રયત્નો કર્યા, પણ કુગરે દુરાગ્રહ તો નહિ. હવે અંગ્રેજે અને બે અરે વચ્ચે યુદ્ધ થશે, એ નિશ્ચિત થઈ ગયું. ઈ. સ. ૧૮૯૯માં વિગ્રહ જાહેર થયે, તેમાં એરેન્જ ફી સ્ટેટ ટ્રાન્સવાલ જેડે મળી ગયું. બીજે બોઅર વિગ્રહઃ બોઅરની ગુપ્ત તૈયારીઓ ક્યારની ચાલતી હતી. તેઓ શૂરા, સાહસિક, ચપળ, અને સર્વ પ્રદેશના માહીતગાર હતા, એટલે આરંભમાં અંગ્રેજે અનેક ઠેકાણે હાર્યા. તેમની પાસે પૂરતું સૈન્ય ન હતું, ત્યાં તૈયારી હોયજ ક્યાંથી ? આથી લેડી સ્મિથ, કિબલ અને મેકિંગમાં અંગ્રેજ સૈન્ય સત્વર ઘેરાઈ ગયાં. પરંતુ વિજયને ગર્વ બેરોથી જીરવાયો નહિ. તેમને ઘણાં રાજ્યોએ ધન્યવાદ આપ્યો, પણ સૈન્ય તો ક્યાંથી આવ્યું નહિ. આફ્રિકાના કિનારા પર ફરતાં અંગ્રેજી વહાણેએ બીજાં યુરોપી રાજ્યોની સહાય આવવા દીધી નહિ. આ ઉપરાંત પ્રથમ વિગ્રહમાં અંગ્રેજોએ જલદી નમતું આપ્યું, એ જોઈ બોઅરો તેમના શૌર્યની કિંમત આંકી શક્યા નહતા, એટલે તિરસ્કારમાં આ વખતે પણ પ્રમાદી રહ્યા. આ તરફથી ઈલેન્ડે સ્વયંસેવકને હાકલ પાડી એટલે માતૃભૂમિની ભીડની વસમી વેળાએ કેનેડા, ન્યૂઝીલેન્ડ, અને ટ્રેલિઆનાં સૈન્ય વહાર કરવા આવી પહોંચ્યાં. અફઘાનિસ્તાનમાં નામના પામેલે લૉર્ડ બસ સેનાપતિ નિમાયો, અને લોર્ડ કિચનર સુદાનમાંથી છુટો થતાં સહાયક તરીકે જઈ મળ્યો. અંગ્રેજોએ બે અરે પર આક્રમણ કરી તેમને ઘેરે ઉઠાવી લેવા ફરજ પાડી, અને ભૂખે મરતાં અંગ્રેજ સૈન્યોને જીવિતદાન આપ્યું. તે પછી કુડસબર્ગના યુદ્ધમાં બેઅરને હરાવી બ્લમફેન્ટેન અને પ્રીટેરિઆ જીતી લેવામાં આવ્યાં. આખરે ફુગર દેશ છોડી હેલેન્ડનાસી ગયે, પણ હજુ બેઅરેએ નમતું ન આપ્યું. હવે તેમણે અંગ્રેજોની યુદ્ધસામગ્રી અને ભજનસામગ્રી પર ઓચિત છાપ મારી તેને લૂંટવા કે બાળવા માંડી. લૈર્ડ રબસ ઈ. સ. ૧૯૦૦માં પાછો ફર્યો, એટલે પછીનાં બે વર્ષ લૈર્ડ કિચનરને બેથા અને ડી વેટ જેવા સાહસિક દ્ધાઓ જોડે પૈયેથી વિગ્રહ ચલાવવો પડ્યો. પરંતુ આખરે બોઅરો થાક્યા, કંટાળ્યા, હાર્યા, અને ઇ. સ. ૧૯૦૨ના જુન માસમાં સંધિ કરવા તૈયાર થયાં. પ્રીટેરિઆની સંધિથી બંને સ્વતંત્ર સંસ્થાને સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy