SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ '. કરવાના પ્રયત્ને “ આદર્યાં. પરંતુ આ પરદેશીઓના આગમન અને આંક્રમણથી કેટલાક ચીનાઓનું દેશાભિમાન પ્રદીપ્ત થયું. કેટલાક ઉદ્દામ મતવાળાઓએ આ પરદેશીઓને હાંકી કાઢવા માટે ‘બાકસર' નામે મંડળ સ્થાપ્યું, અને ગેારા પાદરીએની નિર્દય હત્યા કરવા માંડી. ઇ. સ. ૧૯૦૧માં આ મંડળે સર્વ એલચીખાતા ઉપર આક્રમણ કર્યું, અને યુરાપીઅનેાના જાન જોખમમાં આવી પડયા. સર્વ યુરોપી રાજ્યનું સંયુક્ત સૈન્ય આ તોફાનીઓની ખ લેવા રવાના કરવામાં આવ્યું, અને તેથી ચીનને ભારે યુદ્ધદંડ ભરવા પડયા. આ પ્રમાણે દેશમાં આવેલી જાગૃતિને પરિણામે . સ. ૧૯૧૨માં રાજસત્તાનું ખંડન કરી ત્યાંની પ્રજાએ પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી. ચીનના પ્રશ્નનું સંતાષકારક સમાધાન થવા માટે ભવિષ્ય પ્રત્યે દષ્ટિ નાખવી પડે છે. હમણાં તેના કેટલાક પ્રદેશ પર જાપાનનું આક્રમણ ચાલુ છે. ૩. આફ્રિકા ૧૯મા સૈકાના મધ્ય સુધી આફ્રિકા સંબંધી યુરોપ અજ્ઞાત હતું. પછી ડૉ. લિવિંગસ્ટન અને સ્ટેનલીએ દેશની અંદર પ્રવાસ કરી નવા મુલકા શેાધ્યા, એટલે પેાતાના માલનું બજાર શોધનારાં યુરોપનાં રાજ્યામાં ત્યાં વસવાટ કરવાની આતુરતા ઉભી થઈ. ફ્રાન્સે એરિઆના વિસ્તીર્ણે પ્રદેશ લીધે, જર્મનીએ આફ્રિકાના પૂર્વ પશ્ચિમ કિનારા પર અમલ જમાવ્યેા, ઈટલીએ રાતા સમુદ્રની પાસે થાણું જમાવ્યું, બેલ્જીયમે કાંગા ફ્રી સ્ટેટનું સંસ્થાન સ્થાપ્યું, અને પોર્ટુગલે પૂર્વ અને પશ્ચિમ કિનારા પર થોડા મુલક મેળવ્યો. , આવા સંયેાગેામાં ઈંગ્લેન્ડ કૅમ સ્વસ્થ બેસી રહે? કેપ કાલાની, નાતાલ, સીએરા–લિની, અને ગાલ્ડ કાસ્ટ આદિ પ્રદેશ તેના તાબામાં આવ્યા. ખુચાનાલેન્ડ અને હાડૅશિ ઉપર તેને અધિકાર સ્થાપવામાં આવ્યા. પશ્ચિમ કિનારા પર સ્થપાએલી ‘ રાયલ નાઈજર કંપનિ ’ પાસેથી વિસ્તીર્ણ પ્રદેશ લઈ તેને ‘નાઇરિઆ ' નામ આપ્યું, અને ઇ. સ. ૧૯૦૦થી ઈંગ્લેન્ડે તેના પર દેખરેખ રાખવા માંડી. પૂર્વ કિનારા પર ઈસ્ટ આફ્રિકા કંપનિ સ્થપાયાથી યુગાન્ડા અને બ્રિટિશ પૂર્વ આફ્રિકા અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવ્યા. ઇ. સ. ૧૮૮૪માં સે।માલીલેન્ડ અને ઇ. સ. ૧૮૯૧માં ઝાંઝીબાર અંગ્રેજોને મળ્યા હતા. મહાવિગ્રહની સમાપ્તિ પછી જર્મનોનું નૈૠત્ય આફ્રિકા દક્ષિણુ આફ્રિકાનાં સંસ્થામાં ભળ્યું. પૂર્વ આફ્રિકા બેલ્જીયમ અને ગ્રેટષિટને વહેંચી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy