SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ન્મ રથી એકજ પ્રતિનિધિ તરીકે મહાત્મા ગાંધીજીએ હાજરી આપી હતી. તેમાં હિંદુસ્તાનના જુદા જુદા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં, આમ સાઈમન કમિશને ઈ. સ. ૧૯૨૮-૩૦ દરમિઆન પિતાનું કાર્ય પૂરે કરીને રિપેર્ટ પ્રસિદ્ધ કર્યો. તે પછી ઈ. સ. ૧૯૩૦માં ગોળમેજી પરિષદૂની પહેલી બેઠક ભરાઈ, ઈ. સ. ૧૯૩૧માં બીજી બેઠક ભરાઈ અને ઈ. સ. ૧૯૩૨માં ત્રીજી બેઠક ભરાઈ. આને પરિણામે “વેતપત્રમાં પ્રસિદ્ધ થયું, અને સિલેકટ કમિટીએ ઈ. સ. ૧૯૩૪માં પિતાને રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો. છેવટના પરિણામ તરીકે નવા રાજ્યબંધારણને બરડે પાર્લમેન્ટમાં પસાર થયે, અને ઈ. સ. ૧૯૩૫ના ઓગસ્ટની ૧લી તારીખે સમ્રાટ પંચમ જ્યેજે તેના ઉપર સહી કરી, એટલે તે ઈ. સ. ૧૯૩૫ના “ગવર્નમેન્ટ ઑવ ઈન્ડિઆ એકટ” તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ નવા બંધારણ મુજબ ઈ. સ. ૧૯૩૭ના એપ્રિલની, ૧લી તારીખથી “પ્રાંતિક સ્વરાજ્યને અમલ શરૂ થઈ ગયો છે, અને હવે ફેડરેશન’ની સ્થાપના માટે પ્રયત્નો ચાલે છે. ૨. ચીન જગતના આ પ્રાચીન દેશ જોડે ઈલેન્ડનો સંબંધ જુને છે. ઈ. સ.. ૧૮૪૦માં હિંદનું અફીણ ચીનમાં લઈ જવાના સંબંધમાં બંને દેશો વચ્ચે જે વિગ્રહ થયો, તેથી અંગ્રેજોને હોંગકોંગ દ્વીપ મળ્યો. ત્યાર પછી તેનો ઘણો ઉત્કર્ષ થયો, અને આજે તે વેપારનું અગત્યનું મથક અને બંદર ગણાય છે. ઈ. સ. ૧૮૫૭-૬૦ દરમિઆન કેન્ટન બંદરમાં આવેલી વેપારી આગબોટ પરના અંગ્રેજ વાવટાનું અપમાન કરવા માટે જે યુદ્ધ થયું, તેમાં ફ્રાન્સે ઈલેન્ડને સહાય આપી, એટલે ચીનની સરકાર અંગ્રેજોને થએલું નુકસાન ભરી આપવા, પેકિનમાં અંગ્રેજ એલચી રાખવા, અને કેટલાંક બંદરો અંગ્રેજ વેપારીઓને માટે ખૂલાં મૂકવા કબુલ થઈ. હવે ઈલેન્ડની પેઠે બીજો યુરેપી રાજ્યની દૃષ્ટિ ચીન પર ચેટી, એટલે તેઓ તેના સંબંધમાં આવવા લાગ્યાં. ફ્રાન્સ પેસિફિક મહાસાગરમાં વિસ્તીર્ણ પ્રદેશ હાથ કર્યો હતો. રશિઆએ પાર્ટ આર્થર હસ્તગત કર્યું હતું. ઇ. સ. ૧૮૯૮માં બે ધર્મપ્રચારકોનાં ખૂન થયાને નિમિત્તે જર્મનીએ કિઆઉચાઉ કબજે લીધું. અને ઈંગ્લેન્ડે વહાલી નગર લઈ લીધું. ત્યાર પછી યુરોપી પ્રજાઓએ ચીનમાં આગગાડી કરવાના અને ખનીજ પદાર્થોની શોધ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy