SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ આવ્યું નથી. આ પ્રધાનમંડળના અમલ દરમિઆન સમ્રા પંચમ જ્યેાર્જ ઇ. સ. ૧૯૩૫ના જાન્યુઆરિની ૨૧મી તારીખે અવસાન પામ્યા. સમ્રા પંચમ જ્યાજે છવ્વીસ વર્ષ સુધી ઈંગ્લેન્ડની ગાદી દીપાવી. એમના અમલ દરમિઆન કંઈક અવનવા બનાવો બની ગયા. ઈ. સ. ૧૯૧૧ ને પામેન્ટને કાયદો પસાર થયો અને ત્યાર પછી સમગ્ર યુરોપના રાજકારણમાં કાતિ ઉત્પન્ન કરનાર મહાન વિગ્રહ આરંભાયો. આ વિગ્રહ દરમિઆન રાજાએ દેશનું સુકાન ઘણીજ કુશળતાપૂર્વક ચલાવ્યું, અને પિતાના પ્રધાનને યોગ્ય સલાહ આપી રાજા તરીકે પોતાની ફરજ અદા કરી. લડાઈ પછી પણ દેશની અંદર ઉત્પન્ન થતી અનેક આંટીઘૂંટીઓમાં પિતાના અનુભવને લાભ પ્રધાનોને આપી અનેક રાષ્ટ્રીય આફતોને દૂર કરી તેમણે ઈલેન્ડને એક આદર્શ બંધારણવાદી રાજા તરીકેનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડયું છે. આઠમા એડવર્ડઃ ઈ. સ. ૧૯૩૬ઃ સમ્રા પંચમ જ્યેજીના મૃત્યુ પછી તેમના પાટવી કુંવર એડવર્ડ આઠમાની રાજા તરીકે જાહેરાત થઈ. પરંતુ તેમના લગ્નનો પ્રશ્ન એટલે તે બારીક નીવડે, કે તેની અસર રાજકારણ પર પણ થઈ. જુના સમયથી એટલે ઈ. સ. ૧૭૦૧ના ગાદીવારસાના કાયદાથી નક્કી થયું છે, કે ઈંગ્લેન્ડની ગાદીએ આવનાર રાજા અંગ્રેજ ધર્મસમાજમાં માનતે હોવો જોઈએ એટલું જ નહિ, પણ તેણે તેજ ધર્મસમાજની સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ. એડવર્ડની ઈચ્છા લેડી સીપ્સન નામની રોમન કેથેલિક સ્ત્રી સાથે લગ્ન કરવાની હોવાથી રાજકીય પરિસ્થિતિ વિકટ બની; પણ બાલ્ડવિને આ સમયે કુનેહપૂર્વક કામ લઈ આ મુકુલીનો અંત આણ્યો. એડવર્ડ મે હિ. હકીકત
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy