SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ - ' મિ. મેકડોનાલ્ડનું બીજું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૯-૧૯૩૧ આ પ્રધાનમંડળે ઈજિપ્તની સ્વતંત્રતા સ્વીકારી. રશિઆની સાથે પણ વ્યવહાર શરૂ કરવા વાટાઘાટ થઈ. ઈ. સ. ૧૯૩૦ના જાન્યુઆરિમાં પાંચ મોટાં રાની મંડળી લેન્ડમાં બોલાવવામાં આવી. આ વખતે જગતના દરેક ભાગમાં આર્થિક મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ હતી. ઈ. સ. ૧૯૩૧માં એ મુશ્કેલી એટલી તે તીવ્ર બની, કે અંદાજપત્રના આવક–જાવકના આંકડા મેળવવાનું કાર્ય મુશ્કેલ બન્યું. જર્મનીની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. યુરેપના બીજા દેશોએ પિતાના પૈસા ઈગ્લેન્ડની બેંકમાંથી ખેંચવા માંડ્યા. આથી ઈગ્લેન્ડની બેન્કને પણ ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી નાણાં ઉછીનાં લેવાં પડયાં. આવી આર્થિક પરિસ્થિતિમાંથી ઈલેન્ડને ઉગારી લેવાની યોજનાઓ સંબંધી પ્રધાનમંડળમાં મતભેદ પડયો, તેથી રાષ્ટ્રીય આફત દૂર કરવા રાજાએ રાસે મૅકડોનાલ્ડને રાષ્ટ્રીય પ્રધાનમંડળ (National Government) રચવા સુચના કરી. આ પ્રધાનમંડળમાં લૈર્ડ સ્લેડન અને મિ. થેમસ જેવા તેના મિત્રો, મિ. બાલ્ડવિન અને મિ. નેવિલ ચેમ્બરલેઈન જેવા કેન્ઝર્વેટિવો, અને સર જહોન સાઈમન અને મિ. સીમન જેવા લિબરલે એકત્ર થયા, અને નવી ચૂંટણીમાં આ પ્રધાનમંડળ વધુમતીમાં (૫૦૦ સભ્યો) આવ્યું. રાષ્ટ્રીય પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૩૨–૧૯૩૫ઃ આ પ્રધાનમંડળના અમલ દરમિઆન ઘણું અગત્યના બનાવો બન્યા. સાઈમન કમિશનની સૂચનાનુસાર હિંદના રાજ્યવહીવટ સંબંધી બંધારણ ઘડવા ઈગ્લેન્ડમાં ત્રણ ગેળમેજી પરિષદ ભરવામાં આવી. વર્સેલ્સની સંધિ અનુસાર બદલાની રકમ અને દેવાના નિકાલ માટે મેકડોનાલ્ડની આગેવાની હેઠળ “લેઝ પરિષદુ” ભરવામાં આવી, પણ ફ્રાન્સના મક્કમપણને લઈને આ પ્રશ્નનો નિર્ણય થઈ શો નહિ. - શાહી પસંદગી (Imperial Preference) સામ્રાજ્યમાં દાખલ કરવા ઓટાવા મુકામે કેનેડાના પ્રમુખ મિ. બેનેટની આગેવાની નીચે સામ્રાજ્ય પરિષદ ભરવામાં આવી. પરિણામે શાહી પસંદગીનું ધારણ અખત્યાર કરવામાં આવ્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy