SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ મન્નુર વર્ગનું પ્રધાનમંડળ સત્તામાં આવ્યું. આ પ્રધાનમંડળતે લિબરલ પક્ષ પર આધાર રાખવા પડતા હતા. આથી કાઈ પણ પ્રશ્નમાં આ પ્રધાનમંડળ આગળ પડતી નીતિ ગ્રહણ કરી શકતું નહિ; છતાં તેણે ફ્રાન્સની સહાયથી યુરેાપમાં શાંતિ આણવાના પ્રયત્ન કર્યાં, અતે જર્મનીનું કરજ નિયમિત અને વ્યવસ્થિત રીતે વસુલ લેવાની ચતુર યેાજના ઘડી કાઢી. વળી દુર્દશામાં આવી પડેલા રશિઆને નાણાં ધીરી તેને ઉલ્હાર કરવાની સેંકડાનાલ્ડની ઇચ્છા હતી, પ એથી પ્રજામત ઉશ્કેરાઈ ગયા, અને નવી ચૂંટણીમાં તેની હાર થઈ. આથી ફરીથી કાન્ઝર્વેટિવ પક્ષ સત્તામાં આવ્યા, અને મિ. બાલ્ડવિન મુખ્ય પ્રધાન થયેા, મે, ઇ. સ. ૧૯૨૫ મિ. બાલ્ડવિનનું બીજું પ્રધાનમંડળઃ ઇ.સ. ૧૯૨૫-૧૯૨૯ઃ આ ચાર વર્ષના અમલ દરમિઆન આ પ્રધાનમંડળે દમનનીતિને ર અજમાવ્યેા. રશિઆની ક્રામ્યુનિસ્ટ ચળવળને પ્રચાર અટકાવવા સામ્રાજ્યમાં ચાંપતા ઈલાજો લેવામાં આવ્યા. વળી મીસરની રાજ્યનીતિમાં પણ માથું મારવાની શરૂઆત થઈ ચૂકી હતી, અને પાર્લમેન્ટમાં પણ કન્ઝર્વેટિવ અને મજુર પક્ષા વચ્ચે ઝગડા ચાલતા હતા. આ પ્રધાનમંડળના અમલ દરમિઆન હિંદના રાજ્યવહીવટમાં સુધારા કરવા માટે એક શાહી મિશનની નીમણુક કરવામાં આવી. આ કમિશનને નેતા સર જહાન સાઈમન હેાવાથી તે સાઈમન કમિશનને નામે ઓળખાયું. આ મિશન ઇ. સ. ૧૯૨૮માં હિંદમાં આવ્યું, અને ઠેરઠેર ફરી હિંદની પરિસ્થિતિને તેણે બારીક અભ્યાસ કર્યાં. ત્યારપછી એ કમિશને પેાતાનો રિપોર્ટ અને ભલામણા પાર્લમેન્ટ સમક્ષ રજુ કર્યા. પરંતુ ધ્યાન ખેંચે એવી બાબત તા એ હતી, કે એ કમિશનમાં એક પણ હિંદીની નીમણુક ન હેાવાને કારણે તે કમિશનના હિંદી પ્રજાએ બહિષ્કાર કર્યાં હતા. આ પ્રધાનમંડળે ફરીથી વેપારની બાબતમાં સંરક્ષિત નીતિ ધારણ કરી. આ કૃત્યથી પ્રજા નિરાશ થઈ. મજુરાએ હડતાલ પાડી, પણ મુડીવાદીઓની સામે તેઓ ફાવ્યા નહિ. જો કે તેમણે બાલ્ડવિનને રાજીનામું આપવાની ફરજ પાડી, અને બીજી વખત મજુરપક્ષ સત્તામાં આવતાં ફરીથી રામ્સે મકડાના મુખ્ય પ્રધાન થયા, ઇ. સ. ૧૯૨૯.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy