SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂનતાને લીધે રશિઆને પરાભવ , પણ તેને અપયશ પ્રાએ અપ્રિય થઈ પડેલા શહેનશાહ (ઝાર) નિકલાસ બીજાને શિરે ઢો. રશિઆમાં રાજ્યક્રાન્તિ થઈ અને ઝારને પદભ્રષ્ટ કરી ઠાર કરવામાં આવ્ય, માર્ગ ૧૯૧૭. રશિઆમાં બંધારણ વગરનું અર્થાત્ અવ્યવસ્થાનું સામ્રાજ્ય વ્યાપ્યું. તેના વિશાળ સામ્રાજ્યના પાયા ડગમગવા લાગ્યા. અંતે બેલ્સેવિક' નામથી પ્રસિદ્ધ અને માથાના ફરેલા ક્રાન્તિકારક કામદારોના હાથમાં સત્તા આવી. આવી આંતર અવ્યવસ્થાના સમયમાં શત્રુઓ જોડે યુદ્ધ કરવાનું અશકય હેવાથી રશિઆએ જર્મની અને ઐસ્ટ્રિઆ જોડે સંધિ કરી, ૩જી માર્ચ, ૧૯૧૮. જર્મનીએ પૂર્વ રણાંગણમાંથી મુક્ત થએલા સૈન્યને પશ્ચિમ સરહદ ઉપર મોકલી દીધું. મેસોપોટેમિઆ અને ગેલીલી: અનેક કારણથી તુર્કસ્તાન ઈગ્લેન્ડથી નારાજ થયું હતું. બાલ્કન યુદ્ધમાં જર્મનીએ આપેલી સહાયનું અણુ અદા કરવા તેણે જર્મનીને પક્ષ લીધે, ઇ. સ. ૧૯૧૪. આથી ઈલેન્ડને સુએઝની નહેર સુરક્ષિત રાખવાની ચિંતા થઈ. તેણે મિસર ઉપરથી તુર્ક અધિરાજ્યને દો ઉઠાવી લઈ તે દેશને પિતાનું “સંરક્ષિત રાજ્યમાં જાહેર કર્યું. તુર્કસ્તાન પ્રત્યે વલણ ધરાવનારા દિવને પદભ્રષ્ટ કરી રાજકુટુંબના બીજા પુરુષને ગાદી આપવામાં આવી. આમ ડાર્ડનલ્સની સામુદ્રધુનિ કબજે કરી તુર્કસ્તાનનું નાકું કબજે રાખવાનો મિત્રરાએ ઠરાવ કર્યો, અને અંગ્રેજ નૌકાસૈન્ય પિતાનું વર્ચસ્વ સ્થાપવાને આરંભ કર્યો, ઈ. સ. ૧૯૧૫. આખરે મિત્રરાનું સૈન્ય ગેલીલી દ્વીપકલ્પમાં ઉતર્યું. પરંતુ બલ્બરિઆ, ગ્રીસ અને જર્મનીએ તુર્કસ્તાનને સહાય પહોંચાડી, એટલે આઠ માસના આ યુદ્ધમાં મિત્રરાજ્યનાં સૈન્યનું કશું વળ્યું નહિ; ઉલટી અસંખ્ય માણસની પ્રાણહાનિ થઈ. અને એ સામુદ્રધુનિ લેવાના પ્રયત્નો તજી દેવા પડ્યા. પછી આ સૈન્ય સેલેનિકામાં જઈ રહ્યાં. દરમિઆન તુર્ક સામ્રાજ્યના મેસોપોટેમિઆ પ્રાંત ઉપર અંગ્રેજોએ આક્રમણ કર્યું, નવેમ્બર, ૧૯૧૫. બસરા બંદરે હિંદનું સૈન્ય ઉતરીને મેસેપેટેમિઆ જવા ઉપડયું, અને આ ભડવીરે બગદાદ હમણાં લઈ લેશે એમ લાગ્યું; પણ કુત-અલ–અમારામાં આ સૈન્યને તુર્કોએ ઘેરી લીધું, અને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy