SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ માર્ગ નદીના યુદ્ધમાં જર્મન સૈન્ય હાર્યું, પાછું હઠયું, અને એન નદીની આસપાસના પ્રદેશમાં ખાહીબંધી કરી ત્યાં પડાવ નાખી ઉભું રહ્યું. અંગ્રેજકેરા સૈન્યએ પણ ત્યાંજ પડાવ નાખ્યો, અને ઉત્તર સમુદ્રથી સ્વિટ્ઝર્લેન્ડની સરહદ સુધી ખાહીઓની જાળ પ્રસરી રહી. યુદ્ધના અંત સુધી ત્યાં આવી સ્થિતિ ચાલુ રહી. શત્રુની કમતાકાત કે ગફલતને લાભ લઈ આ જંગી ફોજે તોપખાનું ચલાવતી, હલ્લા કરતી, અને લાખો મનુષ્યને સંહાર કરતી. આવા કેટલાક હુમલા પ્રસિદ્ધ છે; એમ પાસે જર્મનેએ કરેલે અંગ્રેજો પર હુમલે, એપ્રિલ-મે, ૧૯૧૫; ફેન્ચ પર કરેલે વન પાસેને હલે, ફેબ્રુઆરિ–એપ્રિલ, ૧૯૧૬, મિત્રરાએ શત્રુ–સૈન્ય જોડે કરેલું સમ નદીના કિનારાનું યુદ્ધ, મે, ૧૯૧૮. આવાં આક્રમણોમાં થોડે મુલક કબજે થાય, પણ તેમ કરતાં અતિશય પ્રાણહાનિ અને ખર્ચ થાય, અને યુદ્ધને અંત આવવાનો રંગ દેખાય નહિ, એવી પરિસ્થિતિ ચાલ્યા કરતી હતી. શિઅન રણગણુઃ આ તરફ જબરું રશિઅન સૈન્ય પૂર્વ મુશિઆ પર અને બીજું સૈન્ય ઔસ્ટિઆ તરફ ચડી ચૂક્યું. હાં હાં કહેવામાં બલિન પડશે એમ તકે ઊઠવા લાગ્યા, પણ અનુભવી અને કાબેલ જર્મન સેનાપતિ હિન્ડબર્ગ અસાધારણ ચાતુરીથી ટેનબર્ગના યુદ્ધમાં રશિઅન સૈન્યને દાંતમાં તરણ લેવડાવ્યાં, અને તેને પાછું હઠાવ્યું. ત્યાર પછી તેણે રશિઆમાં આવેલા લિથુનિઆ અને બાટિક પ્રાંત પર્યત પિતાનું સૈન્ય પહોંચાડી દીધું. ઑસ્ટ્રિઆએ સર્વિઆનાં સંસ્થાનનો કબજે લેવાના વ્યર્થ પ્રયત્ન કર્યા, એટલામાં રશિઅન સૈન્ય હંગરી ઉપર ધસી આવ્યું. ઐસ્ટ્રિઆને પાછું હતું જોઈ મેકેન્સનની સરદારી નીચે જર્મન સૈન્ય મદદે આવી પહોંચ્યું, એટલે યુદ્ધને રંગ પલટાઈ ગયો. રશિઅન સૈન્ય હાર્યું. પાછું હઠયું. અને મેકેન્સને પિલેન્ડ પર આક્રમણ કર્યું. હવે ઉત્તરેથી હિન્ડલ્બર્ગ અને દક્ષિણેથી મેકેન્સને જેસભેર ધસારા કરવા માંડયા, અને પિલેન્ડની રાજધાની વૈર્સે કબજે કરવામાં આવી, ઇ. સ. ૧૯૧૫. ઈ. સ. ૧૯૧૬માં રૂમાનિઆ મિત્રરાજ્યો જોડે ભળ્યું, પણ જર્મન ધસારા સામે ટકી રહેવાની તેનામાં શક્તિ ન હતી. સમગ્ર રૂમાનિઆ ઉપર જર્મન સૈન્ય ફરી વળ્યાં. રશિઆએ પણ શત્રુઓની સામે થવાને પ્રયત્ન કરી જો. સૈનિકની મોટી સંખ્યા છતાં યુદ્ધસામગ્રીની
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy