SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. - આ સંઘ આજના “પ્રજાસંઘની પેઠે બંધારણપૂર્વક સ્થપાયો ન હતો માત્ર યુરોપની શાન્તિમાં વિઘ નાખનારી સ્થિતિ ઉત્પન્ન થાય, ત્યારે યુરોપનાં મહારાજ્યો એક બીજાની સંમતિથી તેને વિચાર કરી બને તે તેડ આણવા એકત્ર થતાં. આવી પરિષદમાં ભાગ લેવા ઇચ્છતાં મહારાજે રાજકાજમાં પ્રવીણ પ્રતિનિધિઓને મોકલતાં, અને તેમની મારફતે વિચારોની આપલે કરતાં. યુરોપી રાજ્યને સંઘ (Concert of Europe) એટલે આંતર રાષ્ટ્રીય પ્રશ્નોનાં સમાધાનીભર્યા નિરાકરણ આણવા માટે જુદાં જુદાં રાજ્યના પ્રતિનિધિઓની એકત્ર થએલી સભાઓ હતી. યુરોપમાં નેપોલિયને વર્તાવેલા કે પછી તમામ રાજ્યોની હદ નક્કી કરી યુરોપને નકશે ફરીથી ગોઠવવા માટે વિએનામાં ઈ. સ. ૧૮૧૪-૧૫માં મળેલી મહારાજ્યની પરિષદથી આવી સભાઓ વચ્ચે વચ્ચે મળતી, પણ આ સંઘની છેલ્લી સભા ઇ. સ. ૧૯૧૩માં મળી. જો કે આવી પરિષદ્દમાં ભાગ લેવાની કાઈને માથે ફરજ ન હતી, તેમજ પરિષદ્રના નિર્ણય પણ કઈને કાયદેસર બંધનકર્તા નહોતા, એટલે કોઈ રાજ્યને શસ્ત્ર ઉગામવાની ઈચ્છા થઈ આવે તો તેને પરિષદ્દમાં ભાગ લેવાની ના પાડવાની સ્વતંત્રતા હતી. - ઇ. સ. ૧૮૭૮ પછી આ સંઘની ત્રણ સંપૂર્ણ સભાઓ થઈ હતી. ઈ. સ. ૧૮૭૮માં રશિઆ અને તુર્કસ્તાન વચ્ચેના વિગ્રહ પછી પહેલી સભાએ બાલ્કન રાજ્યની સીમા નક્કી કરી, ઈ. સ. ૧૯૦૬માં એજીસિરાસમાં મળેલી બીજી સભાએ ફ્રાન્સ અને જર્મની વચ્ચે મોરક્કો સંબંધી ઊઠેલા ઝગડાનું નિરાકરણ કરી આપ્યું, અને ઈ. સ. ૧૯૧૩માં લંડનમાં મળેલી ત્રીજી પરિષદ બાલ્કન રાજ્યોની સરહદ નવેસરથી નક્કી કરી આપી. આ સિવાય અનેક વેળા નાની મોટી પરિષદએ એકમત થઈને કેટલાક આંતર રાષ્ટ્રીય પ્રશ્નોને તાડ આયે, ચીન વિષે યુરોપી રાજ્યની સામાન્ય નીતિ નક્કી કરી, અને બીજાં કેટલાંક ઉપયોગી રાજદ્વારી કાર્યો કર્યા. તુર્કસ્તાન: બલિનની સંધિ પછી લગભગ ચાલીસ વર્ષ સુધી યુરોપના રાજદ્વારીઓ સમક્ષ તુર્કસ્તાનને પ્રશ્ન એક અથવા બીજે સ્વરૂપે આવ્યા કરતે. તે હીણભાગી દેશનું કરવું શું? છેલ્લાં ત્રીસ વર્ષમાં તુર્ક રાજ્યના નાના મોટા ભાગે ઝૂંટવી લઈ બીજા રાજ્ય સમૃદ્ધ બનવા પ્રયત્ન કરતાં હતાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy