SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ તેમાં બલ્ગેરિઆનું રાજ્ય નાનું કરવાનું કર્યું, સર્વિઆ, મેાન્ટીનીગ્રે, અને માનિઆને સ્વરાજ્ય આપવામાં આવ્યું, અને રશિઆને એશિઆ માઈનરમાં એક કિલ્લા અને થાડા પ્રદેશ મળ્યા; ગ્રેટબ્રિટને સાઈપ્રસને દ્વીપ રાખી સુલતાનના એશિમાં આવેલા રાજ્યનું રક્ષણ કરવાનું વચન આપ્યું. ખેાગ્નિઆ અને હઝંગે વિનિ પ્રાંતનેા વહીવટ સ્ટ્રિઆને સાંપવામાં આવ્યેા. આ પ્રમાણે તુર્ક મહારાજ્યની એકતા જાળવી તેને સજીવન રાખવાના અહાના નીચે યુરાપનાં ખ્રિસ્તી રાજ્ગ્યાએ તેના ભાગ વહેંચી લીધા. બર્લિનની સંધિ પછી ઇ. સ. ૧૯૧૪ના મહાવિગ્રહ ખેત પ્રત્યેક બાલ્કન રાજ્ય તુર્ક મહારાજ્યમાંથી મળે તેટલા ભાગ પડાવી લઈ પોતાની સીમા વિસ્તારી રહ્યું હતું; છતાં લગભગ ત્રીસ વર્ષ સુધી બાલ્કન દ્વીપકલ્પના ગુંચવણભરેલા રાજ– દ્વારી મામલેા શાંત રહ્યો, અને પૂર્વમાં વિસ્તાર પામવાની રશિઆની મહત્ત્વાકાંક્ષાને જીવલેણ ફટકા પડયા. યુરોપનાં રાજ્યના પ્રશ્નોનેા આવેા સમાધાનકારક નિર્ણય થયા, એટલે ત્યાંના રાજદ્વારીઓની દિષ્ટ ખીજે વળવા લાગી. ગ્રેટ બ્રિટનને રાજ્યવિસ્તાર, વેપાર, વૈભવ, સંસ્થાના અને સામુદ્રિક બળ જોઈ યુરેાપનાં કેટલાંક મહારાજ્યેાએ એવું સામ્રાજ્ય ઉભું કરવાનાં સ્વમ સેવવા માંડયાં. ઔદ્યોગિક પરિવર્તનથી થએલી યંત્રાની શેાધથી થેાકબંધ નીપજ થવા લાગી, તેને માટે સર્વને જગમાં બાર શેાધવાનાં હતાં. અમેરિકામાં જવાય તેમ ન હતું, એટલે સર્વે રાજ્યાએ આફ્રિકા અને એશિઆમાં મુલક મેળવવાની પેરવી કરવા માંડી. પ્રકરણ ૧૨મું ઈંગ્લેન્ડની પરરાજ્યનીતિ [ ચાલુ ] ઇ. સ. ૧૮૭૮થી ૧૯૧૪ પર્યંત યુરોપની સ્થિતિ કેવા પ્રકારની હતી ? ઇ. સ. ૧૮૧૫ પછી યુરેાપનાં રાજ્યા જોડે શાંતિભર્ચો સંબંધ જાળવવાને માટે ગ્રેટબ્રિટને એ માર્ગ લીધાઃ દેશને અણુધાર્યે સમયે અણચિંતવી આફતમાં ઉતારે એવી સંધિ કે કરારાથી દૂર રહી તેણે પેાતાની તટસ્થતા જાળવી, અને યુરાપી રાજ્યાના સંધને બને તેટલી સહાય આપી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy