SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ બદલા તરીકે આપી દીધું. પરંતુ સાત અઠવાડીઆના યુદ્ધમાં પ્રશિઆએ આિને હરાવી હેવર વગેરે પ્રદેશે જીતી લીધા, અને પ્રશિઆના - છુટા પડી ગએલા ભાગને સળંગ બનાવી લીધા. ત્યાર પછી જર્મન રાજ્યોએ સંઘ રચી પ્રશિઆના રાજાનું ઉપરીપદ સ્વીકાર્યું. પરંતુ એટલેથી કંઈ જર્મન મહારાજ્ય યુરોપમાં ગણતરીમાં આવે તેમ ન હતું, એ વાત બિસ્માર્ક સારી રીતે જાણતા હતા. તેણે લાગ જોઈ પોતાના પાડોશી ફ્રાન્સ ઉપર ચોટ માંડી. તેણે યુક્તિપ્રયુક્તિથી એવી સ્થિતિ ઉત્પન્ન કરી, કે ફાસે જર્મની સામે યુદ્ધ કર્યું, ઈ. સ. ૧૮૭૦. છ માસમાં તાલીમબદ્ધ, સુવ્યવસ્થિત, જંગી જર્મન સેના સમર્થ અને દીર્ઘદશ સેનાપતિની સરદારી નીચે ફ્રાન્સની જમીન પર ફરી વળી, અને તેણે ફેન્ચ સૈન્યને છિન્નભિન્ન કરી તેને મદ ઉતાર્યો. આખરે ‘લુઈ નેપોલિયન કેદ પકડાય, એટલે ફ્રાન્સના પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ. આ વિગ્રહ દરમિઆન ગ્લૅડસ્ટન પ્રધાનપદે હતો. તે છેક તટસ્થ રહો. તેણે એટલી ચિંતા રાખી, કે બંનેમાંથી એક પણ પક્ષ બેજીયમની તટસ્થતાને ભંગ કરી ઈ. સ. ૧૮૩૯ના કરારને ભંગ કરે નહિ. બ્રિટિશ સરકારે ફાન્સ અને મુશિઆ જોડે સંધિ કરી એ કરાર કર્યો, કે બેમાંથી એક પણ પક્ષ બેજીયમની ભૂમિ પર પગ મૂકશે, તો ગ્રેટબ્રિટન યુદ્ધમાં ઉતરી અપરાધીને દંડ દેવામાં પાછી પાની કરશે નહિ, એથી બંને પક્ષે સાવધાની વાપરી, એટલે ગ્રેટબ્રિટનને યુદ્ધમાં ઉતરવાની જરૂર પડી નહિ. ગ્લૅડસ્ટનના અમલ દરમિઆન રશિઆએ પેરિસની સંધિમાં કરેલા કરારની ઉપરવટ થઈ કાળા સમુદ્રમાં કાર્લો રાખવાને પોતાનો નિર્ણય જણાવ્યું. આમ છતાં ગ્લૅડસ્ટન તટસ્થ રહ્યો. - બાલકન વિગ્રહઃ ગ્લૅડસ્ટન પછી પ્રધાનપદે આવનાર ડિઝરાયેલી જબરો સામ્રાજ્યવાદી હતો. બ્રિટિશ મહારાજ્યનું ભાવિ મહાન છે એવી તેને અચળ શ્રદ્ધા હતી, અને તે માનતો કે એ મહારાજ્યની પ્રતિષ્ઠા જમાવવી હોય, તે તેણે જળસ્થળસૈન્ય સજજ રાખી બીજાની પાસે પોતાનો એકડો ખરો કરાવવો જોઈએ. આરંભમાં તેણે મિસરના ઉડાઉ અને વિલાસી બેદિવ ઈસ્માઈલે ચિવા કાઢેલા સુએઝની નહેરના શેરે (Shares) જાતજોખમદારી ઉપર
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy