SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ અને પ્રજાને સ્વતંત્ર થવાના કેડ થયા. પૃશિઆ સામ્રાજ્યતૃષ્ણાથી ડેનમાર્કનાં સ્લેબીગ અને હોસ્ટેન પરગણાં લૂંટવા માંડયાં. આ દરેક વિગ્રહમાં એટબ્રિટનને કંઈ ને કંઈ સ્વાર્થ રહેલે હવે, છતાં પામર્સ્ટનની નીતિથી દેશમાં શાંતિ રહી શકી. આ સમયે એકત્ર દેશ થવાના પ્રયત્નો કરનારમાં હાલનું ઈટલી પણ હતું. તે હીણભાગી દેશના કેટલાક પ્રાંતે એઆિના જુલમી અમલમાં હતા, અને બાકીના બુર્બોન રાજવંશીઓના આપઅખત્યારી અને હીણપત લગાડનાર અમલ નીચે વહેચાઈ ગયા હતા. માત્ર સાર્ડિનિયા, પિડમોન્ટ, અને સેયના રાજાઓ ઈટલીની દેશદાઝ જાણનારા, ઉદાર ચિત્તના, અને કાયદેસર રાજ્યપદ્ધતિના હિમાયતી હતા. ઇ. સ. ૧૮૫૯માં સાર્ડિનિયાના ઠાકોર વિકટર ઈમેન્યુઅલ ફન્સની સહાયથી ઍક્ટ્રિઆની વિરુદ્ધ યુદ્ધ પિનકાર્યું. પરંતુ રશિઆએ કીમિઅને વિગ્રહમાં ઐસ્ટ્રિઆએ ધારણ કરેલી ટસ્થતા યાદ રાખી એ વફાદારીનું વેર લેવા તેને આ સમયે સહાય આપી નહિ. ઈ. સ. ૧૮૫૯માં ઈટલીએ છુિઆની ધુંસરી ફેંકી દીધી. આ ફાનમાં અંગ્રેજ સરકારે કઈ પણ પક્ષને પ્રત્યક્ષ સહાય કરી નહિ, પણ ઈટલીના સ્વાતંત્ર્ય મેળવવાના પ્રયત્નો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમાં ઉત્તેજન આપ્યું. ત્યાર પછી અડગ, દેશપ્રેમી, વીર ગરિબાડી નામના સેનાપતિએ સિસિલી અને નેપલ્સનાં રાજ્ય જીતી લઈ ઈમેન્યુઅલના અધિકારમાં -આણ્યાં. થોડા સમયમાં વેનિસ પણ પડ્યું, અને સંયુક્ત ઈટલીના રાજા તરીકે વિકટર ઈમેન્યુઅલ રોમ નગરમાં વિજયપ્રવેશ કર્યો. ઈટલી સંપૂર્ણ રીતે સંયુક્ત થયું, અને ઈટાલિયન ભાષા બોલનાર સર્વ લેકે એક છત્ર નીચે આવ્યા, ઈ. સ. ૧૮૭૦. - બ્લે-જર્મન વિગ્રહઃ ઈટલી સંયુક્ત થયા પછી મુશિઆના નાનકડા રાજ્યના ઉદયથી યુરેપના રાજદ્વારીઓ ચકિત થઈ ગયા. ઈ. સ. ૧૮૬૦થી મુશિઆનું રાજતંત્ર કાઉન્ટ બિસ્માર્ક નામે અતિ ચતુર, મહત્ત્વાકાંક્ષી, અને કુટિલ નીતિના રાજદ્વારી નરના હાથમાં આવ્યું હતું. ઓસ્ટ્રિઆને પિતાના પક્ષમાં મેળવી લઈ ઈ. સ. ૧૮૬૬માં મુશિઆએ ડેનમાર્ક પાસેથી સ્લેશ્વીગ અને હૈæન પરગણાં પડાવી લીધાં, અને તેમાંનું એક પરગણું ઍક્ટ્રિઆને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy