SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૧ અને સુલતાન વચ્ચે ફરી ટટ જાગે, ત્યારે પ્રથમના કરાર પ્રમાણે ઝાર સુલતાનની સહાયે આવવા તત્પર થયો. તુર્ક રાજ્ય આમ રશિઆનું ઉપરાજ્ય બની જાય, તો હિંદુસ્તાન જવા આવવાના માર્ગો સુરક્ષિત રાખવા કઠણ પડે, એવા વિચારથી પામર્સને આ ઝગડામાં વચ્ચે પડવાનો નિશ્ચય કરી ફ્રાન્સનો સહકાર માગે. પૂર્વ ભૂમધ્ય, ગ્રીસ, મિસર, અને મેસોપેટેમિઆમાં પ્રબળ વગ ધરાવનાર ફ્રાન્સનું ધારવું એવું હતું, કે જો મહમદઅલી જય પામે તે અંગ્રેજોની વધતી જતી સત્તાને તોર ઉતરે. આથી તેણે વચ્ચે પડવાની ના પાડી, એટલે પામર્સ્ટને એકલે હાથે મિસરીઓને હરાવ્યા, એકરને કિલ્લો કબજે કર્યો, અને મહમદઅલ્લીને સિરિઆ છોડી જવાની ફરજ પાડી. હવે પામર્સ્ટન ફેન્ચ સત્તાને કો વિરોધી ગણવા લાગ્યો, અને તેની વિરુદ્ધ રોષની તીવ્ર લાગણીઓ પ્રકટી નીકળી. પરંતુ તુર્કસ્તાન અને ઈલેન્ડ મૈત્રીનાં દઢ બંધને બંધાયાં, અને કેન્સ્ટન્ટિનોપલથી અફઘાનિસ્તાનની સીમા સુધીના પૂર્વના મધ્ય પ્રદેશોની ચિંતા ગ્રેટબ્રિટનને શિરેથી ટળી. રાજનીતિમાં ફેરફારઃ ઈ. સ. ૧૮૪૧માં લાર્ડ મેમ્બેર્નના લિબરલ પ્રધાનમંડળનો અંત આવ્યો, અને તેને સ્થાને ટેરી પીલનું પ્રધાનમંડળ આવ્યું. આથી લૈર્ડ એબર્ડિન પરદેશમંત્રી થયો, અને ઈંગ્લેન્ડની રાજનીતિમાં ફેરફાર થશે. નવા પ્રધાને રાજ્યવિસ્તાર પ્રત્યે વિરોધ દર્શાવ્યો, અને પરરાજ્યના સમાન હકે સ્વીકાર્યા. તેણે પરરાજ્ય જોડે શાંતિ અને વિવેકભરેલી નીતિ આદરી. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને જોડે પાર્ટીને માંડેલા ઝગડાની પતાવટ કરવામાં આવી. ન્યૂ બ્રન્હીક અને મૈન સંસ્થાનની સરહદ સંબંધી તકરાર અને બીજી ગેરસમજુતીને નિકાલ આણવામાં આવ્યું. ઐસ્ટ્રિઆ અને મુશિઆ જોડે મૈત્રીસંબંધ કેળવવામાં આવ્યું, અને ફ્રાન્સ જોડેની નીતિમાં પણ પરિવર્તન થઈ ગયું. ફાન્સને પ્રધાન ગિઝ લાડ એડિનનો મિત્ર હોવાથી બંને દેશો વચ્ચેનો સંબંધ સુધર્યો. પરિણામે રાણી વિકટેરિઆ ન્સ જઈ આવી, અને લુઈ ફિલિપી ઈગ્લેન્ડમાં રાણીને અતિથિ થયો. આ ઉપરાંત પાસિફિક મહાસાગરમાં આવેલા એક ઠીપ સંબંધી ઊઠેલી કરાર પણ સલુકાઈથી સમાવી દેવામાં આવી. . . . . -
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy