SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ નવા કરી પ્રજાએ માન્ય રાખવા જોઈએ એટલુંજ નહિ, પણ આર્થિક વિષયામાં ધનિકાના હિમાયતી અમીરેની સત્તા પર કાપ મૂકી બીજા કાયદાએમાં તેમની સભાને મર્યાદિત કરી નાખવી જોઈ એ. કાન્ઝર્વેટિવ પક્ષે જણાવ્યું કે સંરક્ષક જકાત નાખવાથી વધારાનાં નાણાં મળી જશે, એટલે આવા કરા નાખવાની જરૂરજ કયાં રહી? ઇ. સ. ૧૯૧૦ના આરંભમાં નવી મળેલી પાર્લમેન્ટમાં બંને પક્ષ લગભગ સમબળ થયા, પણ હવે જોમવાળા બનેલા મજુરપક્ષ અને આયર્લેન્ડના રાષ્ટ્રીય પક્ષ લિબરલા જોડે ભળ્યે, એટલે પાર્લમેન્ટમાં તેમની બહુમતી થઈ. થાડા ફેરફાર સાથે ઇ. સ. ૧૯૦૯નું અંદાજપત્રક આમની સભામાં પસાર કરી અમીરા પાસે મેાકલવામાં આવ્યું. તેમણે સયેાગેા વિચારી આ સમયે તે મંજુર કર્યું. એસ્કિવથે નવીં પાર્લમેન્ટ મળતાં પ્રગતિના પંથમાં પ્રત્યેક સમયે વિઘ્ન નાખનાર અમીરાની સભાના અધિકાર એ કરવાનું કાર્ય હાથમાં લીધું. પુનાની સર્વ દરખાસ્તને પ્રથમ ઠરાવ રૂપે રજુ કર્યા પછી તેણે પાર્લમેન્ટને ખરી દાખલ કર્યાં, અને જણાવ્યું કે અમીરે આ ખરડાને અસ્વીકાર કરશે તે નવા અમીરા બનાવીને પણ આ ખરડો પસાર કરવામાં આવશે. ફ્રાન્ઝર્વેટિવાએ આ ઠરાવાને સખત વિરોધ કર્યો, પણ તેમનું શું વળ્યું નહિં. પછી અમીરાએ પ્રતિષ્ઠા અને અધિકારને છાજે તેવા સુધારા પોતાની સભામાં કરવાને ઠરાવ કર્યાં. અનેક યોજનાઓ રજુ થઈ, પણ તેમાંની કાઈ સ્વીકારવામાં આવી નહિ. આમ વિરુદ્ધ નીતિવાળી અને પરસ્પર વિરોધી બનેલી મેં સભાએ અધિકારનું રક્ષણ કરવા કટિબદ્ધ થઈ, એટલામાં એડવર્ડનું મૃત્યુ થયું. જગતભરમાં શાંતિ પ્રવર્તાવનાર રાજા દેશના બે વિરોધી પક્ષા વચ્ચે સમાધાન કરાવી શકયા નહિ. તે ચિંતા અને વિષાદના ભારથી ભારે હૈયે ઇ. સ. ૧૯૧૦માં મરણ પામ્યા. પંચમ જ્યાજે ઇ. સ. ૧૯૧૦-૧૯૩૬. એડવર્ડના મરણ પછી - ખલાસી રાજા” પંચમ જ્યોર્જ ગાદીએ બેઠો, અને પાર્લમેન્ટને આંતર લહ થાડા વખત માટે શમ્યા. શરૂઆતમાં બંને સભાના અગ્રણીઓની સંયુક્ત પરિષદ્ધ મળી, અને સમાધાનીભર્યા તોડ માટે પ્રયત્ન કરવામાં આવ્યા, પણ સઘળું વ્યર્થ ગયું. દરમિઆન પાર્લમેન્ટની વરણી થયે ઘેાડા સમય થયે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy