SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ કામ કરનારા મજુરેનું હિત વિચારી એવો કાયદો કરવામાં આવ્યા, કે આઠ કલાક કરતાં વધારે સમય કોઈ મજુરે પૃથ્વીના ગર્ભમાં રહેવું નહિ. આ ઉપરાંત નિર્ધનને માટે જે કાયદે કરવામાં આવ્યો, તેથી ૩૧ પૌડ ૧૦ શિલિંગ મડી ન હોય, તેવાં ૭૦ વર્ષ ઉપરનાં સર્વ મનુષ્યોને ખર્ચ માટે દર અઠવાડીએ વધારેમાં વધારે પાંચ શિલિંગ મળવા લાગ્યા. રાજ્યબંધારણમાં મહત્વને ફેરફાર ઈ. સ. ૧૯૦૯-૧૯૧૧. મજુરવર્ગની સ્થિતિ સુધારવામાં અને વૃદ્ધોને રાજ્ય તરફથી પેટગુજારાની રકમ આપવામાં ખર્ચ વધી જવા લાગ્યું. આ સિવાય ઈંગ્લેન્ડના બલાત્ય પ્રતિસ્પધી જર્મનીએ સૈન્યની તડામાર વૃદ્ધિ કરવા માંડી. તેણે “ડનોટ” નામે નવીન પ્રકારની મનવારો બાંધવા માંડી, એટલે આત્મસંરક્ષણની દૃષ્ટિએ ઈગ્લેન્ડે. આ દિશામાં પ્રયત્ન કરવા માંડ્યો. પરંતુ આ સર્વને માટે જોઈતાં નાણાં લાવવાં ક્યાંથી ? કોષાધ્યક્ષ હૈઈડ જર્જ ઈ. સ. ૧૯૦૯નું વિખ્યાત અંદાજપિત્રક રજુ કર્યું, અને તેમાં વધારાનાં નાણાં મેળવવા માટે જમીન પર નવી આંકણીના ધોરણે વધારાના કર નાખવાની, મધ્યમ વર્ગ કરતાં શ્રીમંતોની આવક પર વધારે કર લેવાની, અને માદક પદાર્થો પર ભારે કર નાખવાની યોજના રજુ કરી. આ પ્રમાણે વધારાનાં નાણાં આપવાને સર્વ ભાર ધનિકો પર પડતો હોવાથી તે વર્ગમાં ક્ષોભ ઉત્પન્ન થયે. કોન્ઝર્વેટિવ પક્ષ તેમની , જોડે ભળે અને કહેવા લાગ્યો, કે આવા ભારે ફેરફાર કરતા પહેલાં પ્રજાની સંમતિ લેવાની જરૂર છે. પરિણામે અમીરોની સભાએ અંદાજપત્રક નામંજીર કર્યું, અને લેકમત જાણવા માટે પાર્લમેન્ટ બરખાસ્ત કરવામાં આવી. ' છેવટે બંને પક્ષે પિતાને કાર્યક્રમ મતદાર સમક્ષ પૂરી ખંતથી રજુ કર્યો. લિબરલે કહેવા લાગ્યા, કે અમીરે સ્વાભાવિક રીતે સંરક્ષક મતના હોવાથી કોન્ઝર્વેટિવ પક્ષની તરફદારી કરી તેમને સર્વ પ્રકારની સરળતા કરી આપે છે, અને અમારા માર્ગમાં વિદ્ધ નાખે છે. વળી બીનજવાબદાર તેમજ બીનગરજાઉ અમીરે પ્રજામતની વિરુદ્ધ જઈને લેકકલ્યાણના કાયદાઓ ઉડાવી દે છે, અને દરેક સમયે પ્રગતિનો માર્ગ રૂંધી રાખે છે, માટે આ ૧. લેડસ્ટન કહેતો, કે There are two things, which you can neither end nor. mend. The House of Lords is one, the other is the Pope of Rome. . .. .. . ..
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy