SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭. ત્યારે સાલ્સબરી પ્રધાનપદે હતા. પરંતુ ઇ. સ. ૧૯૦૨માં અસ્વસ્થ પ્રકૃતિને લીધે તેણે રાજીનામું આપ્યું, એટલે આમની સભામાં પ્રતિષ્ઠા પામેલે તેને ભત્રીજો બાલ્ફર પ્રધાનપદે આવ્યા. તેણે કેળવણીતા કાયદા પસાર કરી દરેક પરગણાની પ્રાથમિક, માધ્યમિક અને બીજી શાળાએ એકજ મધ્યવર્તી સત્તાને સેાંપી દીધી. હવેથી સાંપ્રદાયિક શાળાઓને સરકારી મદ મળવા લાગી. . તેજ વર્ષમાં સંસ્થાન ખાતાના મંત્રી જોસેફ ચેમ્બલેઈન સંસ્થાનાની સ્થિતિ તપાસવા પ્રવાસે નીકળ્યા. તેણે પાછા આવી એવા મત ર્શાવ્યા, કે ઈંગ્લેન્ડે સંરક્ષિત વ્યાપારની નીતિ સ્વીકારવી જોઇએ. ઇ. સ. ૧૮૪૬થી ધાન્યના કાયદા રદ કરી ઈંગ્લેન્ડ નિરંકુશ વેપારની પદ્ધતિથી પરદેશી માલને ખીનજકાતે આયાત કરતું હતું, છતાં બીજાં રાજ્ગ્યાએ ં સંરક્ષક જકાત (Protective Tariff) દાખલ કરી હતી, એટલે પરદેશમાં ઈંગ્લેન્ડને માલ પર જકાત ભરવી પડતી. ચેમ્બલેઇ તે કહ્યું કે ઈંગ્લેન્ડે ‘ સંરક્ષક જકાત દાખલ કરી સ્વદેશી ઉદ્યોગને ઉત્તેજન આપવું જોઇ એ. પરંતુ ખેઅર વિગ્રહને પ્રસંગે સંસ્થાનાએ આપેલી સહાયની કદર પણ થવી જોઇ એ, અને ઈંગ્લેન્ડને માતૃભૂમિ માનનારાં સંસ્થાના સાથે સંબંધ દૃઢ કરી સામ્રાજ્યમાં સ્થિરતા અને ખળ આણવું હાય, તે। સંસ્થામાંથી આવતા માલ પરની જકાતને દર પરરાજ્ગ્યા કરતાં હલકા રાખવા જોઈ એ. આ મતને પ્રચાર કરવા માટે તેણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. મંત્રીમંડળના નિરંકુશ વેપારના હિમાયતી સભ્યાએ આવા સિદ્ધાંતોથી ભયભીત થઈ બાલ્ફરના સાથ છે।ડી રાજીનામાં આપ્યાં. સંરક્ષક જકાતની કલ્પના સામાન્ય પ્રજાને પસંદ પડી નહિ. પરદેશી માલ પર જકાત પડે, તેા ગરીબેાતે માંધવારી થવાનેા ભય લાગ્યાં. લેંકેશાયરમા રૂના ધંધાદારીઓએ એમ માન્યું. કે આવી નીતિ સ્વીકારવાથી આપણા ધંધાને આધાત લાગશે. આ પ્રશ્ન પર દેશમાં તીવ્ર મતભેદ ઊચો, છતાં બાલ્ફ ચેમ્બલેઈન જોડે સહમત થયેા; નાણાં ખાતાના પ્રધાન અને ખીજા કેટલાક પ્રધાનાએ રાજીનામાં આપ્યાં. આમ ફૂટ પડેલા પ્રધાનમંડળ વડે કારભાર ચલાવવાનું બાલ્ફરને કઠણુ લાગ્યું, એટલે છેવટે તેણે પણ રાજીનામું આપ્યું, ઈ. સ. ૧૯૦૫. પાર્લમેન્ટની નવી વરણીમાં માત્ર ૧૫૮ ક્રન્ચ્યુટિવ આવ્યા; પણ લિખરલ પક્ષ અમે તેના સહાયકાના ૫૧૨ સભ્યા આવ્યા, તે સાથે ૨૨
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy