SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વિરોધ ઉભો થયો હતો. જર્મની સાથે વેપાર, સંસ્થાનો, અને નૌકાબળ સંબંધી સ્પર્ધા જામવાથી બે દેશો વચ્ચેનો સંબંધ નષ્ટ થતો હતો. આવા સંગેમાં ચેખડ પ્રસરેલા વિશાળ સામ્રાજ્યના રક્ષણ માટે નૌકાસૈન્યની વૃદ્ધિ કરવાની જરૂર હતી, તેમજ અન્ય દેશો સાથે સંધિ કરવાની ગ્રેટ બ્રિટનને પણ તેટલી જ જરૂર હતી. એથી લૈર્ડ લેન્સડાઉન અને સર એડવર્ડ ગ્રે જેવા નિપુણ મંત્રીઓએ પરદેશ જોડે સલાહ, સંધિ અને કરાર કરવા માંડયા. ઈ. સ. ૧૯૦૨માં ઉદયે—ખ જાપાન જેડે એવી સંધિ કરવામાં આવી, કે બન્ને દેશમાંથી કેઈને અન્ય રાષ્ટ્ર જોડે વિગ્રહ થાય તે બીજાએ તટસ્થ રહેવું; પણ બેમાંથી કોઈ દેશને એક કરતાં વધારે રાષ્ટ્રો જોડે યુદ્ધ કરવું પડે, તે બીજાએ યથાશક્તિ મદદ આપવી. આથી પણ વધારે મહત્વની સંધિ ફ્રાન્સ જોડે થઈ, ઈ. સ. ૧૯૦૩–૪; તેમાં ફ્રાન્સે મિસર પર ઈલેન્ડનું આધિપત્ય માન્ય કર્યું, અને મેરેક્કો, માડાગાસ્કર અને ન્યૂફાઉન્ડલેન્ડના કલહ અને વિરોધને નિર્ણય કરી નાખે. ઈ. સ. ૧૯૦૭માં રશિઆ છેડે મૈત્રીસંબંધ બાંધી પશ્ચિમ એશિઆમાં તેને રાજ્યવિસ્તાર કરવાની તૃષ્ણને સંતોષવામાં આવી, અને એવું સમાધાન કરવામાં આવ્યું, કે ઈરાનના ત્રણ વિભાગ ગણું ઉત્તર વિભાગમાં રશિઆ તથા દક્ષિણ વિભાગમાં અંગ્રેજો પિતાની લાગવગ પ્રસારે, અને વચ્ચેને પ્રદેશ તટસ્થ ગણું તેમાં બંનેમાંથી કોઈ પ્રવેશ કરે નહિ. પરરાજ્ય જોડે રાજદ્વારી સંધિ કરવામાં નિયંત્રિત સત્તાવાળા રાજાનું કાર્ય કેટલું, અને પરદેશી મામલાને તલસ્પર્શી અભ્યાસ કરનારા કાર્યદક્ષ મંત્રીઓનું કાર્ય કેટલું, તે કહેવું કઠણ છે. એડવર્ડની લાગવગ મોટી હતી, એમ હરકેાઈ સ્વીકારે છે. તેની મમતા, સહૃદયતા, કુનેહ, મેહક રીતભાત, અને ઉદાર આતિથ્ય એ સર્વે અનેક રાજકર્તાઓ, રાજવંશીઓ, પ્રજાસત્તાક રાજ્યોના પ્રમુખે, અને મુત્સદ્દીઓ ઉપર મોહનમંત્ર નાખતાં હતાં. ફાન્સ, ઈટલી, જર્મની, અને રશિઆના પ્રવાસે માત્ર વિનેદને અર્થેજ જતા ન હતા. આવા પ્રવાસને પરિણામે જુના સ્નેહસંબંધ તાજા થતા, નવા બંધાતા, અને બીજા અણકપેલા રાજદ્વારી લાભો મળતા. મંત્રીમંડળમાં ફૂટ ઈ. સ. ૧૯૦૦-૧૯૦૫. એડવર્ડ ગાદીએ આવ્યું
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy