SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ સિવાય દરેક પ્રકારના કારીગરેની મોટી સંખ્યાને દેશના રાજ્યતંત્રમાં મત આપવાને હક મળે. આરંભમાં તે ઘણા લોકો આવા ઉદ્દામ મનાતા સુધારાની વિરુદ્ધ પયા, પરંતુ ઘણી વાટાઘાટને અંતે ડિઝરાયેલી પિતાનું ધાર્યું કરવામાં સફળ થયે. વળી પાછળથી મજુરને પણ ગ્લૅડસ્ટનના ઈ. સ. ' ૧૮૮૪ના કાયદાથી રાજતંત્રમાં મત આપવાનો એવોજ હક મળ્યો. આખરે ડબીએ પિતાની અસ્વસ્થ પ્રકૃતિને લીધે રાજીનામું આપ્યું, એટલે ડિઝરાયેલી મુખ્ય મંત્રી થયો. તેના નવ માસના અધિકારમાં આયર્લેન્ડના પ્રશ્નો વિષે લેસ્ટન જોડે તેને વિરોધ થયા કર્યો. તેણે સર ચાર્લ્સ નેપિયરને મોકલી એબીસિનિઆના રાજાએ માગદલામાં કેદ કરેલા યુરોપી કેદીઓને મુક્ત કરાવ્યા. ઈ. સ. ૧૮૬૮માં ગ્લૅડસ્ટન મુખ્ય પ્રધાન થયો. ગ્લેડસ્ટનનું મંત્રીમંડળઃ આ નવું પ્રધાનમંડળ ઈ. સ. ૧૮૬૮થી ૧૮૭૨ સુધી અધિકારમાં રહ્યું. તે દરમિઆન દેશમાં કેટલાક જરૂરી સુધારા થયા. ઈ. સ. ૧૮૭૦માં ફર્સ્ટ કેળવણીને કાયદે કર્યો, તેથી દરેક બાળકને શાળામાં જવાની ફરજ પડી. આજ સુધી વ્યક્તિ સ્વાતંત્ર્યની ખરીદી ભાવનામાં ઉછરેલા અંગ્રેજો એમ માનતા, કે અમારાં બાળકોનું શું કરવું તે અમારા અખત્યારની વાત છે. પરંતુ એ કાયદાને આધારે હવે તે પાંચથી બાર વર્ષના પ્રત્યેક બાળકને શાળામાં મેકલવાની માતાપિતા ઉપર કાયદેસર ફરજ આવી પડી. વળી મતાધિકારના વિસ્તાર જાડે દેશમાં લાંચરૂશ્વત, પ્રપંચ, તરકટ, ધમકી, અને અપ્રમાણિકપણું ઓછાં થાય, એવા હેતુથી ઈ. સ. ૧૮૭રમાં કાયદા કરી ગુપ્ત રીતે મત આપવાની પ્રથા દાખલ કરવામાં : વિલિયમ યુવટ લેડસ્ટન
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy