SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ રસેલ મંત્રી થયો, પણ તેની સત્તા નામની જ હતી; કેમકે તે સમયે ખરેખર કર્તાહર્તા તે સમર્થ રાજનીતિજ્ઞ વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન હતા. તેની ભવ્ય અને ગંભીર આકૃતિ, અમેઘ વકતૃત્વ, શબ્દભવ, તેમજ પ્રાચીન સાહિત્યનું જ્ઞાન, આદિથી તે એકદમ અગ્રેસર થઈ પડ્યું હતું. અત્યાર સુધીમાં તેણે અનેક વર્ષો સુધી અર્થમંત્રીનું કાર્ય કરી પ્રજા ઉપરથી કરને બોજો એ છે કર્યો હતો, તે સાથે રાજ્યની આવક વધારી હતી, અને દેશની સમૃદ્ધિ પણ પિપી હતી. “શાંતિ, કરકસર, અને સુધારે છે તેને મુદ્રાલેખ હતે. વળી મધ્યમ વર્ગો જે રાજકીય સત્તા ભોગવી રહ્યા છે, તેને વિસ્તાર કરીને આમવર્ગને તે આપવી, એ તેની રાજનીતિનું તત્ત્વ હતું. દરમિઆન ઈ. સ. ૧૮૬૬માં તેણે પાર્લમેન્ટની સુધારણા માટે ખરડો આર્યો, પણ તે પસાર ન થયે, એટલે કોન્ઝર્વેટિવ લૈર્ડ ડબી મંત્રીપદે આવ્યો. તેની સાથે બુદ્ધિમાન બેન્જામિન ડિઝરાયેલી અધિકારપદે આવ્યો. સિબિલ અને કાનિંગ્સબીની નવલકથાનો એ પાંડુવર્ણ વદનનો યાહુદી લેખક તે સમયને સમર્થ રાજદ્વારી પુરુષ હતો. ગ્લૅડસ્ટનથી વિરુદ્ધ તેને તે સિદ્ધાંત હતા, કે સામાજિક કલ્યાણનાં કાર્યોની ઉપેક્ષા કર્યા વિના જળ અને સ્થળ સિન્યને બળવાન બનાવી રાખવાં જોઈએ; કેમકે બ્રિટનની ખરી પ્રતિષ્ઠા તો પરદેશમાં રહી છે; છતાં તે દેશદ્વારના કાર્યને ચૂકતો નહિ. ઇ. સ. ૧૮૬૭માં તેણે કાયદો પસાર કરાવી પાર્લમેન્ટમાં સુધારા કર્યા. આ કાયદાથી પ્રત્યેક ઘરવાળા અને કર ભરનાર ઉપરાંત ૧૦ પૌડનું (પરગણામાં ૧૨ પૌડનું) વાર્ષિક ભાડું ભરનારને પણ મતાધિકાર મળ્યા. આ નવા કાયદાથી ખેતરમાં કામ કરનારા મજુરા ૧. આ અત્યંત તેજસ્વી, બુદ્ધિમાન, અને શુદ્ધ હૃદયના રાજદ્વારીનો જન્મ ઇ. સ. ૧૮૦૯માં શ્રીમંત અને કુલિન કુટુંબમાં થયે હતો. ઈ. સ. ૧૮૩૨માં સુધરેલી પાર્લમેન્ટમાં તે દાખલ થયે, તે ૧૮૯૫ સુધી માત્ર બે વખત સિવાય કાયમ રહ્યો. શરૂઆતમાં તે ટેરી હતી, અને પીલે તેને કેષાધ્યક્ષ બનાવ્ય; પણ એ સમર્થ નરના મરણ પછી ગ્લેડસ્ટનના વિચાર ધીમે ધીમે બદલાયા, અને આખરે ઈ. સ. ૧૮૫૯માં હિંગ તરીકે પામર્સ્ટનના મંત્રીમંડળમાં તે આવ્યો. રાજકાજ તેને મન રમત કે આજીવિકાનું સાધન ન હતું. તેનું અદ્ભુત નૈતિક બળ, રાજદ્વારી કુનેહ, અને અસાધારણ શક્તિને લીધે વિકટોરિઅન યુગમાં ગ્લૅડસ્ટનનું નામ અમર અક્ષરે કાતરાયું છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy