SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના વિરોધીઓને પકડ્યા, કેદ કર્યા, મારી નાખ્યા, કે બીજી રીતે વશ વશ કરી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી, અને તેણે પ્રમુખપદ ધારણ કર્યું, તેમજ એકાદ વર્ષમાં સમ્રાપદ સ્વીકાર્યું. ઈ. સ. ૧૮૫૧. દરમિઆન પામર્સ્ટને પિતાના સહકારીઓની અનુમતિ વિના ફ્રાન્સના નવા પ્રમુખને ધન્યવાદને સંદેશ મોકલ્ય, એટલે ગ્રેટબ્રિટને જાળવેલી તટસ્થતાને ભગ એલે ગણી રાણુએ પામર્સ્ટનને રજા આપી. આથી મંત્રીમંડળમાં રહેલા સર્વ પ્રધાનોએ સહમત થઈને કામ કરવું જોઈએ, એ સિદ્ધાંત દઢ થયે. પરંતુ પામર્સ્ટને વેર વાળ્યું; તેણે એક માસમાં પિતાના અનુયાયીઓ સહિત વિરોધી પક્ષમાં ભળી જઈ રસેલના મંત્રીપદને અંત આણ્ય, ઈ. સ. ૧૮૫૧. પિતાના ચાર દિવસના ચાંદરણ જેવા અધિકારમાં ચતુર રસેલ દેશેપગી કાર્ય કરતે ગયો. તેના વખતમાં કામદાર સ્ત્રીપુરુષોએ કારખાનામાં દસ કલાક કામ કરવું એવો કાયદો થયો, અને કેન્ડેલના સમયથી દાખલ થએલા નૌયાનના અકારા કાયદા રદ થયા. પરંતુ તે સર્વથી માટે બાનાવ તે ઈ. સ. "૧૮૫૧માં બન્યો. પ્રિન્સ આબર્ટને ગ્રેટબ્રિટન, તેનાં સસ્થાને, અને યુરોપનાં અન્ય રાજ્યોમાં બનતી વસ્તુનું મહાન પ્રદર્શન ભરવાની ઉત્કંઠા થઈ. શાંતિના કાળમાં હુન્નરઉદ્યોગની કેટલી પ્રગતિ થાય છે, અંગ્રેજોને પરદેશ જોડે શા શા અનુભવનો વિનિમય કરવાનો છે, અને ક્યાં ક્યાં સાધનોની ક્યાં ક્યાં ન્યૂનાધિકતા છે, એ જાણવાના લાભે ઉપરાંત અનેક આદર્શવાદીઓ આશા રાખવા લાગ્યા, કે પ્રજાને પરસ્પર પરિચય વધવાથી હવે વિગ્રહનો અંત આવી જગતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે. જહન પિકસ્ટન નામના એક માળીએ સર્વ પ્રદશ્ય વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે એક કાચગૃહ બનાવ્યું, જે આજ પણ ક્રિસ્ટલ પેલેસન્ના નામથી ઓળખાય છે. એ પ્રદર્શનમાં દેશ-દેશાંતરની વસ્તુઓ આવી. આખરે અનેક પરદેશીઓ આ પ્રથમ પ્રદર્શન જેવા ભેગા થયા, અને ધારેલા લાભ પણ મળ્યા. પરંતુ એ પ્રદર્શન શાંતિનો સીમાસ્તંભ બનવાને બદલે યુદ્ધના મંગલાચરણરૂપ બન્યું. દેશમાં ૩૫ વર્ષ પર્યત રહેલી અખંડ શાંતિનો છેવટે ભંગ થયે. પૂર્વને પ્રશ્નઃ જર્જ કથાના અમલથી આ પ્રશ્ન આજ પર્યત યુરેપનાં રાજ્ય સમક્ષ ગંભીર સ્વરૂપે ઉપસ્થિત થએલે જોવામાં આવે છે,
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy