SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉત્સાહી અને ઉદાર અમીરે દરખાસ્ત મૂકી, કે કસોટીન અને કોર્પોરેશનના કાયદાનાં બંધનમાંથી અપ્રતિજ્ઞાગ્રાહીઓને મુક્ત કરવા જોઈએ. સરકારે તે સ્વીકારી એ મતલબનો કાયદો કર્યો. જે કે ૧૫૦ વર્ષથી ચાલતા આવતા આ કાયદાથી આ લોકે જાહેર નોકરીમાં જોડાઈ શકતા ન હતા, છતાં દર વર્ષે ખાસ ધારો કરી તેમને માટે એ કાયદાનાં બંધન નરમ કરવામાં આવતાં હતાં, એટલે આ કાયદે બહુ લાભકારક નહતો એ સ્પષ્ટ છે. ઈ. સ. ૧૮૨૯નો રોમન કેથલિકને છૂટ આપનારે કાયદે ખરેખરી અગત્યનો છે. તે પ્રશ્ન સંબંધી વેલિંગ્ટને અંગીકાર કરેલી નીતિ તેની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડે છે. અપ્રતિજ્ઞાગ્રાહીઓને આપેલી છૂટ કેથેલિકોને આપવા વેલિંગ્ટન તૈયાર ન હતો. તે તેમને એટલો સખત વિરોધી હતા, કે કેનિંગ કેથેલિકે પ્રત્યે લાગણી ધરાવે છે એ જાણી તેના હાથ નીચે અધિકાર લેવાની તેણે ના પાડી હતી. ઘણુંખરા કેથલિકે આયલેન્ડના હતા, અને તેમને છૂટ આપવાનું પિદે વચન આપ્યું હતું, પણ તે પાળી શકી ન હતા. ઉદાર કેનિંગે ઈ. સ. ૧૮૨૨માં આયરિશ અમીને પાર્લમેન્ટમાં બેસવાની અનુમતિ આપવાની દરખાસ્ત આણી, અને આમની સભાએ તે મંજુર કરી, પણ હઠીલા અમીએ તે ઉડાવી દીધી. છતાં દઢાગ્રહી કેથલિકે એમ હારી જાય તેવા ન હતા. આખરે આયલેન્ડમાં કેલાહલ થઈ રહ્યો, અને પિટ્ટે આપેલું વચન પળાવું જોઈએ એવો આગ્રહ થવા લાગ્યો. આ બાજુએ હિગ અને ઉદાર મતના ટેરીઓ એમજ કહેવા લાગ્યા. એથી આ બાબતની લડત ઉપડી. આયર્લેન્ડમાં ડેનિયલ એકેનેલ નામના એક ચતુર દઢાગ્રહી વક્તા અને વકીલે તેનું નેતૃત્વ સ્વીકારી કેથેલિક એસોસિએશન”ની સ્થાપના કરી, ઈ. સ. ૧૮૨૩. આ મંડળને બંધ કરવામાં આવ્યું, છતાં તે પુનઃ સજીવન થઈ પોતાનું કાર્ય ચલાવવા લાગ્યું. ઈ. સ. ૧૮૨૮માં લેર પરગણાના મતદારોએ ડેનિયલ કનેલને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો. જો કે તે રોમન કેથલિક હતા, એટલે કાયદા પ્રમાણે તેનાથી પાર્લમેન્ટના સભ્ય થવાય તેમ નહોતું, પણ વેલિંગ્ટને જોયું કે તેને પાર્લામેન્ટમાં બેસવા દેવામાં નહિ આવે, તે લોકો મમતે ચડી ફરીથી તેનીજ વરણી કરશે, દેશમાં અસંતોષ વ્યાપી જશે, અને આયરિશ પ્રજા કદાચ શસ્ત્ર ઉંચકશે. યુદ્ધો લડીને ધીટ થએલે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy