SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ગલ પર ચડાઈ કરવા તૈયાર થયું, અને ફ્રેન્ચ લશ્કર સ્પેનની વહાર કરવા બહાર પડયું. પરિણામે કનિંગે પોર્ટુગલનો પક્ષ લઈ ત્યાં સૈન્ય માકહ્યું, એટલે વિગ્રહ શમી ગયેા. ઇ. સ. ૧૮૨૧માં ગ્રીક લાક્રે તુર્કીના નિર્દય રાજ્યથી ત્રાસી જઈ તેમની સામે થયા. શરૂઆતમાં ઘણાને એમ લાગ્યું, કે ગ્રીક પ્રજા આ પ્રમાણે બળવા કરી ખીજી પ્રજાને ઉદ્ધતાઈના પાઠ ભણાવે છે. એથી ક્રનિંગ પણ તટસ્થ રહ્યો, પણ ગ્રીક પ્રજાને સહાય આપવાને મિશે રશિઆએ તુર્કસ્તાન પચાવી પાડવાની ચેાજના ઘડી ત્યારે આ ચતુર મંત્રી ચેતી ગયે. તુર્ક જુલમગારાના વજદંડથી નિઃસત્ત્વ બનેલી ગ્રીક પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા તેણે પરાક્ષસહાય કરી. પરિણામે સુપ્રસિદ્ધ કવિ આયરન અને ઉત્સાહી સ્વયંસેવકા એ સ્વાતંત્ર્યયજ્ઞમાં આત્મસમર્પણ કરવા નીકળી પડયા. આખરે સુલતાન હાર્યાં, અને તેણે મિસરના પાશાની સહાય લીધી, એટલે ક્રેનિંગે ફ્રાન્સ અને રશિઆ જોડે સંધિ કરી. આ ત્રણે રાજ્યાના સંયુક્ત નૌકાસૈન્યે નેવેરનોના અખાતના યુદ્ધમાં તુર્ક કાફલાનો ધાણ વાળી નાખ્યા, ઇ. સ. ૧૮૨૭. પરંતુ એ સ્વાતંત્ર્યપ્રેમી નર પેાતાની નીતિનું પરિણામ જોવા જીવતા ન રહ્યો. વેલિંગ્ટનનું મંત્રીમંડળઃ પંદર વર્ષ સુધી મુખ્યમંત્રી પદ ભોગવનાર સાધારણ બુદ્ધિના અને આરામપ્રિય પ્રકૃતિના લિવરપૂલને પક્ષાત્રાત થવાથી તેણે રાજીનામું આપ્યું. પ્રજાની દૃષ્ટિમાં કૈનિંગ વસી ગયા હતા; પણ તેની પ્રકૃતિ અસ્વસ્થ હતી, અને થાડા સમયમાં તે મરણ પામ્યા. એ પછી ગાડરિચ પ્રધાન થયા; પણ રાજાને તે કાઈ સમર્થ કાર્યવાહક જોઈ તેા હતેા, એટલે રાજાએ વાટર્જીના વિજેતા વેલિંગ્ટનને મુખ્ય મંત્રી બનાવ્યા. એ વજ્રબાહુ સરદારમાં જેટલી યુદ્ધની આવડત હતી, તેટલી રાજ્ય ચલાવવાની ન હતી. તેણે સેનાએ। ચલાવી હતી, પણ વહીવટ ચલાવ્યેા ન હતા. રણક્ષેત્રમાં અનુપમ વીર્ય દર્શાવનારના હૃદ્યમાં પાર્લમેન્ટ સમક્ષ ટકી રહેવાનું સામર્થ્ય ન હતું. તે લડતા, હારતા, પાછા ઠેકાણે આવતા, પણ અધિકાર છેડતા નહિ. તે ચુસ્ત સંરક્ષક હતા, છતાં તેના અમલમાં રાજ્જારી જીવન પર ગંભીર અસર કરનારાં એ કાર્યાં થયાં. ઇ. સ. ૧૮૨૮માં લાર્ડ જ્વાન રસેલ નામે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy