SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ માર્ગ કર્યાં, તેજ સામ્રાજ્યતૃષ્ણાના ોમમાં તેણે અનેક રણક્ષેત્રોમાં રક્તસરિતા આ વહેવડાવી, અને અનેક રંગડ, જુવાન, તેમજ બત્રીસલક્ષણા માણસાના માંસનું ખેતરાને ખાતર આપ્યું. જિંદગીનાં છેવટનાં વર્ષોમાં જીવનના વિપર્યય અને પ્રતિષ્ઠાની ક્ષણભંગુરતા વિષે પોતાના એકાંત કારાવાસમાં વિચારત યુરેાપને આ સમયે સેનાપતિ ઇ. સ. ૧૮૨૧માં વિદેહ થયેા. પેરિસની સંધિથી માલ્ટા, મેારિશિયસ, ડેલીગેોલેન્ડ, અને કૅપ આપ્યું ગુડ હોપ ગ્રેટબ્રિટનને મળ્યાં. સેકસની અને હાઈન નદી ઉપરનો વિશાળ પ્રદેશ મુશિઆને ભાગ આવ્યા. વળી રશિઆને પોલેન્ડમાંથી થેાડે પ્રદેશ અને આસ્ટ્રિને ઈટલીના થાડા મુલક મળ્યા, તેમજ બેલ્જીયમને હોલેન્ડ સાથે જોડી દેવામાં આવ્યું. ગ્રેટબ્રિટને દ્રવ્ય અને મનુષ્યેાના જે ભાગ આપ્યા, તેના પ્રમાણમાં તેને સ્વપ બદલેા મળ્યા, પણ તેનું સામુદ્રિક વર્ચસ્વ દૃઢ થયું, તેના સામ્રાજ્યનો સત્વર્ વિકાસ થયા, અને જગતનાં અન્ય રાષ્ટ્રની આંખમાં ખટકે તેવા વેપાર ખેડવાની તેને સગવડ મળી. અશાંતિઃ ઇ. સ. ૧૮૧૫–૧૮૨૦. વૉટર્જીના મહાયુદ્ધ પછી યુરોપમાં ત્રીસ વર્ષે અખંડ શાંતિ રહી; પરંતુ એ બાહ્ય શાંતિના વાતાવરણમાં હૃદયની અશાંતિ ધડકી રહી. ફ્રાન્સની રાજ્યક્રાન્તિ અને નેપેલિયન જોડે થએલા વિગ્રહાને પરિણામે યુરોપમાં સર્વત્ર સામાજિક અને રાજકીય અસંતોષ અને વ્યગ્રતા પ્રસરી રહ્યાં. દેશના રાજ્યતંત્રમાં ભાગ લેવાની વૃદ્ધિ પામતી લેચ્છાને લીધે યુરોપનાં અનેક રાજ્યામાં અશાંતિ, અસંતાય, અને ક્રાન્તિનું વાતાવરણ પ્રસરી રહ્યું, તેમાં વિગ્રહના આનુષંગિક, આર્થિક, અને ઔદ્યોગિક માજાથી વાતાવરણ મલિન થઈ ગયું. ફ્રાન્સના રાજ્યવિપ્લવથી ભયભીત થઈ ગએલા રાજાઓ અને મુત્સદ્દીએ સુધારાને માટે તીવ્ર થતી લેાકવૃત્તિને દાખી દેવાના પ્રયત્નો કરી રહ્યા. કેસલરીધ જેવા ચતુર પરદેશમંત્રીની રાજનીતિથી ૧. ઓગણીસમા સૈકાના આરંભમાં રાષ્ટ્રીયત્વની ભાવના ઉદય પામી. એલ્બામાંથી નાસી છૂટેલા નેપાલિયને પેાતાને અર્વાચીન યુગની સ્વતંત્ર પ્રાના પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યો. આવાં સંચાલનને પ્રતિકારી યાજવા માટે યુરોપના રાજકર્તાએ અનેક વાર પિરષદો ભરતા, અને ક્રાન્તિને ભય ટાળવા મૈત્રીસંબંધેા બાંધતા. ઇ. સ. ૧૮૨૦માં પવિત્ર સંબંધ' (Holy Alliance) રચાયા. રશિઆના ઝાર એલેકઝાંડર
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy