SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૩ હજારો જુના સૈનિકે તેના સદવિજયી ધ્વજ નીચે એકઠા થયા છે, અને તેણે સમ્રાપદ ધારણ કર્યું છે. વિએનાની પરિષદ્ વીખરાઈ ગઈ.નેપોલિયનને વિશ્વદ્રોહી જાહેર કરવામાં આવ્યો, અને તેને જેર કરવા ગ્રેટબ્રિટન, પ્રશિઆ, રશિઆ, અને ઐસ્ટ્રિઆને ચોથો મિત્રસંઘ રચાય. એક બાજુએ આ અને રશિઆ પૂર્વ સરહદ પરથી ફોન્સ પર આક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યાં. બીજી બાજુએ વેલિગ્ટનની સરદારી નીચે અંગ્રેજ સૈન્ય બ્રસેલ્સ અને પેન્ટની આસપાસ, અને ત્રીજી બાજુએ બ્લશરની આગેવાની નીચે મુશિઅન સૈન્ય નામૂર અને લીજની પાસે પડયું હતું. પ્રથમ આ બે સૈન્ય સાવધ થઈ ગયાં, એટલે નેપોલિયન તેમની જોડે યુદ્ધ કરવા ઉપડે. ઈ. સ. ૧૮૧૫ના જુનમાં ફેન્ચ સેને આ બંને સૈન્ય ઉપર આક્રમણ કરી તેમને ભયભીત કરી મૂક્યાં. પરંતુ તેજ માસની ૧૮મી તારીખે યુરોપના કુરુક્ષેત્ર સમા બેલ્જયમમાં આવેલા વૅટર્લીના યુદ્ધમાં યુરોપના ઈતિહાસને ભાવિ ક્રમ નક્કી થઈ ગયો. આગલી રાત્રે વરસાદ પડવાથી જમીન ભીની અને પિચી થઈ ગઈ હતી. એટલે ફેન્ચોનાં ભારે તોપખાનાં ફરી શક્તાં ન હતાં; છતાં પોતાના વતવર્ણ અશ્વ ઉપર સવારી કરી નેપોલિયન પોતાના સૈન્યને પ્રોત્સાહન આપી રહ્યો. સવારના ૧૧થી રાતના ૮ સુધી યુદ્ધ ચાલ્યું. બંને પક્ષ બહાદુરીથી લડયા. વેલિંગ્ટનની સરદારી નીચે અંગ્રેજોએ અદ્દભુત પરાક્રમ દર્શાવ્યું, પણ ફેન્ચો ગાંજ્યા જાય તેવા ન હતા. એટલામાં બ્લશર વહાર કરવા આવી પહોંચ્યો, અને અનેક વર્ષોનું યુદ્ધ સંપૂર્ણ થયું. સામાન, સૈન્ય, સિંહાસન, અને સ્વાતંત્ર્ય એ સર્વ નેપોલિયને ખાયાં. પરાજયનું કલંક ચેટયા છતાં પ્રાણ વહાલ કરી તે મધ્યરાત્રિએ રણભૂમિમાંથી મારતે ઘોડે પલાયન કરી ગયો, અને થોડા સમય પછી બેલેરેને નામે અંગ્રેજી મનવારના કપ્તાનને શરણે થયે. - નેપોલિયન પિતાની અપૂર્વ અને અનન્ય શક્તિથી સામાન્ય સૈનિકમાંથી સમ્રાપદે ચડે. તેણે પોતાના અસાધારણ યુદ્ધનૈપુણ્ય અને પરાક્રમથી સમગ્ર યુરોપને આંજી નાખ્યો. પરંતુ અનેક પિતૃહીન બાળકે, અનેક અનાથ સ્ત્રીઓ, તેમજ અનેક નિઃસંતાન કુટુંબનાં ઉનાં અશ્રુઓથી સિંચાએલી અને નિઃશ્વાસથી પિષાએલી એ મહત્તા વિદ્યુતના ચમકારાની પેઠે ક્ષણભરમાં ચાલી ગઈ. જે સામ્રાજ્યતૃષ્ણાથી પ્રેરાઈને તેણે હિમગિરિ આસનાં દુર્ગમ શિખરેમાંથી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy