SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ સાંભળી ફ્રાન્સનું રક્ષણ કરવા નેપોલિયન મિસરથી દેડી આવ્યો અને તે સમયના રાજતંત્રને નિર્મળ કરાવી પિતે ફ્રાન્સનો પ્રથમ “સરમુખત્યારી થઈ પડે. તેણે પિતાની લાક્ષણિક નીતિ સત્વર ધારણ કરી, અને આ સંઘને તેડવાના જબરા પ્રયત્નો આદર્યા. ઑસ્ટ્રિઅનો મેરેન્ગ અને હોહનલીન્ડનનાં યુદ્ધોમાં શરમભરેલી રીતે હાર્યા, એટલે તેમણે નેપોલિયન જોડે સંધિ કરી લીધી, ઈ. સ. ૧૮૦૧. રશિઆ કયારનું સંઘ તજી ગયું હતું, એટલે ઈ. સ. ૧૮૦૦માં ગ્રેટ બ્રિટન અતિ વિષમ દશામાં આવી પડ્યું. નૌકાબળના જોર પર અંગ્રેજો પરદેશી વહાણોને ફ્રાન્સમાં માલ લઈ જતાં અટકાવતા હતા. તેમણે બાલ્ટિક સમુદ્રના કિનારા પર આવેલાં બંદરોમાંથી માલ ભરીને આવતાં વહાણને પણ અટકાવવા માંડયાં, એટલે રશિઆ, સ્વીડન, અને ડેનમાર્ક સંપ કરી અંગ્રેજો સામે વિરોધ જાહેર કર્યો. અંગ્રેજ કાફલે બાટિક જઈ પહોંચ્યું. કોપનહેગનના યુદ્ધમાં ડેનમાર્કનો કાફલે હારી ગયે, ઇ. સ. ૧૮૦૧. શહેનશાહના મરણ પછી રશિઆએ અંગ્રેજોનો વિરોધ કરવાનું છોડી દીધું. એલેકઝાંઆિમાં પણ ફેન્ચ સૈન્યને પરાભવ થયા. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની સતત ચિન્તા અને પરિશ્રમ વડે બંને પક્ષ થાકી ગયાઃ ફ્રાન્સનું સૈન્યબળ અતુલ હોય, તે ઈંગ્લેન્ડનું નૌકાબળ ક્યાં ઓછું હતું? સંધિ થાય તો સર્વ પ્રસન્ન થાય, પણ કેાઈ ગર્વ લે તેમ ન હતું. પિ આયર્લેન્ડમાં ઉપસ્થિત થએલા પ્રશ્ન વિષે રાજા જોડે મતભેદ થવાથી રાજીનામું આપ્યું, એટલે તેની પછી આવેલા એડિંગ્ટન નામના સામાન્ય બુદ્ધિ અને શક્તિવાળા માણસે ઈ. સ. ૧૮૦૨માં આમીની સંધિ કરી. વાસ્તવિક રીતે એ સંધિ નહિ પણ યુદ્ધવિરામ હતો, અને સૌ જાણતા હતા કે એ શાંતિને સમય વિગ્રહની તૈયારી માટે છે. સામ્રાજ્યભી નેપોલિયન ૧. આ યુદ્ધમાં નેલ્સન તાબાને અધિકારી હતો. તેના નામ સ્વભાવના સંશયશીલ ઉપરીને વિજયની આશા ઓછી હતી. તેણે પોતાના વહાણ પર પાછા ફરવાની આજ્ઞા દર્શાવનારો વાવટે ચડાવી દીધો. ચતુર નેલ્સનને મન આ ઘડી વિજયની હતી, એટલે તેણે પિતાની ફૂટેલી આંખે દૂરબીન ચડાવી કહ્યું કે “હું તો કંઈ જતો નથી, આપણાં વહાણો આગળ ચલાવો. વિજય મળ્યા પછી ડેનમાર્કના યુવરાજને તેણે કહ્યું, કે “હવેથી તમને ઈંગ્લેન્ડની મૈત્રી મળશે, એજ તમારે મેટે વિજય સમજે.”
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy