SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ખળભળાટને અને આમની સભા પ્રત્યેના અસંતોષને લાભ લઈ રાજાએ ટેરી પક્ષના લૈર્ડ નૈર્યને મંત્રી બનાવ્યો, અને રાજસત્તા સર્વોપરિ કરવાને મને રથ સિદ્ધ કર્યો. નાથની આંતર નીતિઃ નોર્થ પરમ બુદ્ધિશાળી, કુનેહબાજ, અને અનુભવી હતી, છતાં દઢ મનોબળ વિનાને લેવાથી મહેચ્છુ રાજાને આજ્ઞાધારી દાસ બની ગયા. રાજાની કપાથી તેણે બાર વર્ષ સુધી અધિકાર જાળવી રાખ્યો. બ્યોર્જ પણ યુક્તિઓથી લોકપ્રિય થઈ પડ્યું, અને પાર્લમેન્ટના કાર્યમાં સ્વચ્છંદી રીતે ડખલગીરી કરવા લાગ્યો. જો કે પિટ્ટ અને બીજા કેટલાકે શેર મચાવી મૂકો, છતાં તેમનું અરણ્યરુદન સાંભળનાર કોઈ ન રહ્યું. તેણે વૅલ્પલે સ્થાપેલી સંયુક્ત મંત્રીમંડળની પદ્ધતિ નાબુદ કરી દરેક ખાતાવાર મંત્રી નીમી દીધા, અને બધાને રાજાને આધીન બનાવી દીધા. આમ દેશપરદેશ કે સંસ્થાનોના વહીવટની દરેક બાબતમાં રાજાની મરજી પ્રમાણે થવા લાગ્યું. નોર્થ રાજાની આજ્ઞાનું પાલન કરવામાં પિતાને અધિકાર સાર્થક થયાનું માનતે, એટલે તેની આંતર નીતિ કેવી હોય? તે અધિકાર ઉપર આવ્યું, તે એક અગત્યને બનાવ બન્યો. પાર્લમેન્ટમાં ચાલતાં કામકાજ અને ચર્ચાનો હેવાલ પ્રસિદ્ધ કરવા માટે આમની સભાએ કેટલાક પ્રકાશકોને કારાગૃહમાં પૂર્યા, પણ વિલ્કીસ આદિ સ્વાતંત્ર્યપ્રિય પુરુષોના પ્રચંડ પ્રયાસથી તેઓ છૂટ્યા, અને તે સાથે આવા હેવાલ પ્રસિદ્ધ કરી. પાર્લમેન્ટના કાથી જનતાને જાણીતી રાખવાનો વર્તમાનપત્રોનો આવશ્યક ધર્મ સ્વીકારાયો. દુરાગ્રહી રાજા અને નિર્બળ મંત્રીને અમલમાં ઈંગ્લેન્ડના શત્રુઓ પ્રબળ થયા, અને અમેરિકા ઈગ્લેન્ડથી સ્વતંત્ર બની ગયું. સંસ્થાને અને કર: ઈ. સ. ૧૭૬૫–૧૭૭૪. ઇ. સ. ૧૭૫૯માં કહેબેક પડયું, અને સંસ્થાનીઓ ફ્રાન્સના ભયથી મુક્ત થયા. ફ્રેન્ચ લેકેએ દારૂ પાઈને ઉન્મત્ત બનાવી મૂકેલા વનના વાઘ જેવા નિર્દય ઈન્ડિઅને તેમનાં ઘરબાર બાળી નાખશે કે લૂંટી જશે, અથવા તેમના પ્રાણ લેશે, એવો ભય હવે તેમને રહ્યો નહિ. ધર્મને કારણે આવેલા સ્વાતંત્ર્યને પ્રાણ સમાન ગણનારા એ સંસ્થાનીઓ પોતાને વહીવટ સ્વતંત્રતાથી ચલાવતા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy