SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ હતી, અને કેટલાક મંત્રીએ ઉપર રાષ હતા, એટલે તે તેમની વિરુદ્ધ ખટપટ ર્યાં કરતા. આખરે તેમને રજા આપી તેણે પિટ્ટને ખેાલાવ્યા. પરંતુ એ સિંહ વૃદ્ધ થઈ ગયા હતા, અને તેના નખમાંથી શૌર્ય ઝરી ગયું હતું. વળી અધિકાર ઉપર આવતાં તેને લાર્ડ ‘ચેધામ ’ બનાવવામાં આવ્યા, એટલે તેની લાકપ્રિયતા ઓછી થવા લાગી. તેનું આરેાગ્ય બગડી જવાથી તે કામ ઉપર ધ્યાન આપી શકતે નહિ. તેની ગેરહાજરીમાં તેના સાથીએએ સંસ્થાએ ઉપર કર નાખવાનેા ધારા પસાર કર્યાં હતા. પટ્ટ મૂળથી આવા કરની વિરુદ્ધ હતા, એટલે . સ. ૧૭૬૮માં ગ્રેટનને અધિકાર સોંપી તે નિવૃત્ત થયા. હવે શક્તિશાળી અગ્રણી વિનાના લ્ડિંગ મંત્રીઓએ દૂરદર્શી રાજનીતિને ત્યાગ કર્યાં. તેમણે અમેરિકા અને વિલ્કીસ પ્રત્યે અયેાગ્ય અને અન્યાયી વર્તન ચલાવવા માંડયું. ઇ. સ. ૧૭૬૮માં વિલ્કીસ ફ્રાન્સથી પાછે। આળ્યે, અને મિડલસેકસ પરગણા તરફથી પાર્લમેન્ટ માટે તેની વરણી થઇ. આમની સલાએ તેને બેસવા દીધા નહિ, પણ ઉલટું રાજાની શીખવણીથી તેને કુદમાં મેાકલવામાં આવ્યા. રાજાના વિરેધી કંઈ લાગ ચૂકે? તેમણે દેશમાં હાહા કરી મૂકી; જાહેર સભા ભરાઈ સ્વાતંત્ર્યની માગણી થવા લાગી, અને વિલ્કીસનાં પુતળાં અને ખીએ છૂટથી વેચાવા લાગ્યાં. વિલ્કીસ દેશના નેતા થઈ પડયા. લેાકાને પેાતાને મનગમતા પ્રતિનિધિ મેાકલવાના હક ખરા કે નહિ, એ પ્રશ્ન ચર્ચાવા લાગ્યા. કાઈ ‘ યુનિયસ ’ નામધારીએ વર્તમાનપત્રામાં તે સમયના મંત્રીઓની ઝાટકણી કાઢવા માંડી, અને એડમંડ કે “ વર્તમાન અસંતષ ઉપર વિચારો ” નામના પુસ્તકમાં રાજનીતિની ગંભીર સમાલાચના કરી. રાજાએ પાર્લમેન્ટને પક્ષ લીધે. ત્રણ વખત વિલ્કસ ચુંટાયા, અને ત્રણ વખત અમાન્ય થયા. આખરે ઇ. સ. ૧૭૭૪માં તેની ફરી વરણી થઈ, અને થાકીને પાર્લમેન્ટે તેને માન્ય રાખ્યા. ,, ઇ. સ. ૧૭૭માં ગ્રેટનના નિર્બળ મંત્રીમંડળે રાજીનામું આપ્યું. જિંગ પક્ષના અગ્રણીઓમાંથી કેટલાક મરી ગયા હતા, કેટલાક જાહેર જીવનમાંથી નિવૃત્ત થતા હતા, અને બાકીનામાં તડ પડયાં હતાં, એટલે પક્ષને છિન્નભિન્ન કરવા એ હવે રમત જેવું હતું. વિલ્કીસના પ્રશ્નથી દેશમાં ઉપજેલા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy