SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ઉત્સાહ જોઈ જિંગ પક્ષમાં વ્યગ્રતા આવી. જ્યાર્જ પેાતાની નીતિની સફળ સિદ્ધિ માટે રાજભંડાર ખુલ્લા મૂકયે, અને અમીરાતની લહાણી કરવા માંડી. રાજા અને હિઁગ પક્ષ વચ્ચે લડતઃ ઇ. સ. ૧૭૬૦-૧૭૭૦. આરંભનાં દસ વર્ષ રાજાએન્ડિંગ સત્તાને અંત આણવામાં ગાળ્યાં. પેાતાના સિદ્ધાન્તાને અમલ કરવા જતાં રાજાએ બંધારણના ભંગ કર્યાં. તેણે પ્રથમ ટારી, જેકાબાઈટ અને ન્ડિંગ પક્ષના સર્વ વિરેાધીએને લાંચ, ઇનામ, અનીરાત, વર્ષાસના, અને જાગીરાની ભરપટ્ટે લહાણી કરી, અને “રાજમિત્ર”ના નામથી ઓળખાતા રાજાની મેારલીએ નાચે એવા મજમુત પક્ષ ઉભા કર્યાં. જિંગ પક્ષમાં ફૂટ પડી હતી, તેથી કેટલાક જિંગ પણ રાજપક્ષમાં ભળ્યા. દરમિઆન તેણે રાજકાર્યમાં પોતાના શિક્ષાગુરુ લાર્ડ બ્યૂટની શીખવણીએ ચાલવા માંડયું. મ્યૂટ સાધારણ બુદ્ધિને, સત્ત્વહીા, રાજનીતિને અજાણ્યા, અને પુસ્તકપડિત હતા. પરંતુ મહેચ્છુ રાજાને તે આવા સ્થૂલબુદ્ધિ પ્રધાનથી પાલવે તેમ હતું. ઇ. સ. ૧૭૬૧માં સ્પેને વિગ્રહ જાહેર કર્યાં, એટલે પિદે માન્યું તે ફ્રાન્સની જોડે ભળશે, માટે તેની જોડે સત્વર યુદ્ધ જાહેર કરી તને પરાસ્ત કરી દેવું જોઈ એ. રાજાએ આ સલાહ માન્ય કરી નહિ, એટલે આત્મમાની પિદે રાજીનામું આપ્યું, અને છ માસ પછી ન્યૂકેસલ પણ તેને પગલે પળ્યા. હવે ખેવકુફ બ્યૂટ મંત્રીપદે આવ્યા. રાન્તની ઇચ્છા જાણી તેણે ઇ. સ. ૧૭૬૩માં પેરિસની સંધિ કરી સમ્રવાર્ષિક વિગ્રહના અંત આણ્યો. પરંતુ દ્રવ્ય અને મનુષ્યને આટલા ભાગ આપીને ઈંગ્લેન્ડે આટલાથી સંતાષ માન્યા, એ વાત પ્રજાતે ન રુચી. હવે મ્યૂટ ઉપર અનેક આક્ષેપો થવા લાગ્યા. એ અલહીણા છે, અને સ્કાટ છે, એટલે આવી અપમાનકારક સંધિ કરી લાવ્યા, એમ કહી લોકો તેના ખુલ્લા તિરસ્કાર કરવા લાગ્યો. પરિણામે રક્ષકા વિના રસ્તામાં એકલા જવું પણ તેને અશકય થઈ પડયું. પ્રજાપ્રકાપથી ભય પામી તેણે રાજાની અનિચ્છા છતાં ઉતાવળે રાજીનામું આપી દીધું, ઇ. સ. ૧૭૬૩. તેની પછી જ્યાર્જ ગ્રેનવીલ નામના સંકુચિત વિચારના અને સાધારણ બુદ્ધિના માણસને મંત્રીપદ મળ્યું. પેરિસની સંધિ સંબંધી ચર્ચા ચાલતી હતી, તે સમયે ન્દ્વાન વિલ્કીસ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy