SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાપી પિટ્ટ પેલ્હામની આંતર નીતિઃ એ—લા-શાપેલની સંધિ થઈ, ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડના આંતર વહીવટમાં ઘણા સુધારા થયા. હેનરી પેશ્વામ વિદ્વાન અને ચતુર હતા. જેકાબાઈટ ખંડ શમી ગયા પછી તેણે પક્ષભાવ તથ દઈ ટારીને અધિકાર આપવા માંડ્યો, અને દેશહિતનાં ઉપયેગી કાર્યો કરવા માંડવ્યાં. તેણે ભિન્ન ભિન્ન પ્રશ્નઋણને એકત્ર કરી તેનું વ્યાજ ત્રણ ટકા કરી નાખ્યું. ઇ. સ. ૧૯પરમાં પંચાંગમાં સુધારા કરવામાં આવ્યે. ગણતરીની ભૂલભરેલી પતિથી દર ચારસા વર્ષે ત્રણ દિવસ વધી જતા હતા. ઇ. સ. ૧૫૮૨માં ગ્રેગરી નામના પાપે પંચાંગમાં સૂચવેલા સુધારા યુરેાપનાં સર્વ કૅથાલિક રાજ્યાએ સ્વીકાર્યાં હતા. પરંતુ અંગ્રેજોએ તે સમયે એ સુધારા સ્વીકાર્યાં નહેાતા; એટલે તેઓ ફ્રાન્સ અને જર્મનીથી ૧૧ દિવસ પાછળ પડ્યા હતા. આ સમયે ભૂલ ટાળવા માટે એવું ઠરાવ્યું, કે ઇ. સ. ૧૭૫૨ના સપ્ટેમ્બરની ૩૭ તારીખને ૧૪મી તારીખ ગણવી, અને માર્ચની ૨૫મીથી નવા વર્ષના આરંભ ગણવાને બદલે જાન્યુઆરની ૧લીથી ગણવા. પછી લગ્નના કાયદામાં સુધારા કરવામાં આવ્યો. આ પ્રમાણે દેશકલ્યાણનાં અનેક કાર્યો કરી પરદેશમાં સ્વદેશનું ગૌરવ વધારી લોકપ્રીતિ સંપાદન કરી હેનરી પેલ્હામ મરણ પામ્યા, (ઇ. સ. ૧૭૫૪) અને તેને ભાઈ ન્યૂકેસલ તેને સ્થાને આવ્યા. હવે મને શાંતિ મળનાર નથી, ” એવી રાજાની ભવિષ્ય વાણી ખરી પડી. CC ન્યૂકેસલનું મંત્રીમંડળઃ પાર્લમેન્ટને ઘણા અનુભવ હોવા છતાં ન્યૂકેસલમાં મુખ્ય મંત્રી થવાની શક્તિ ન હતી. તે શુભાશયી અને ભલા હતા, પણ તેનામાં રાજ્યદ્વારી કુનેહ જરાએ ન હતી. નિર્બળ મનના અને અનિશ્ચિત સ્વભાવના એ મહત્ત્વાકાંક્ષી મંત્રીને પેાતાના હાથમાં સત્તા રાખવાને ઘણા લાભ હતા, એટલે તેણે પિદ્મ જેવા પ્રતાપી પુરુષાને અધિકારપદેથી અળગા રાખ્યા. પરંતુ દેશમાં ચાલેલા ભયંકર વિગ્રહને ફતેહમંદીથી પાર ઉતારવાની તેનામાં શક્તિ રહી ન હતી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy