SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિસ્ટન સુધી ગયે, તો પણ કોઈ તેને આવી મળ્યું નહિ. અસંખ્ય અંગ્રેજો આ સૈન્યને રસ્તે જતું જેવા ટોળે મળ્યા, પણ કેઈ તેમાં ભળ્યા નહિ; કેમકે નવા અમલથી જે સુખ અને શાંતિ તેમણે અનુભવ્યાં હતાં, તેની ટુઅર્ટીના અમલમાં આશાએ ન હોય. ડબ પહોંચતા સુધી ફેન્ચ કે અંગ્રેજ કેઈની સહાય ન મળી; ઊલટું તેનું સૈન્ય ઘટવા લાગ્યું. તેના મિત્રોએ તેને પાછા ફરવાનું કહ્યું. સમય વિચારી ભારે હૈયે અને ધીમે પગલે તે સ્કોટલેન્ડ તરફ પાછો ફર્યો. રસ્તામાં ફર્ક પાસે સૈન્યની એક ટુકડીને તેણે હરાવી, એટલે નિરાશ હૃદયમાં આશાનો સંચાર થયો. તે ઇનવર્નેસ તરફ જવા રવાના થયે, તે દરમિઆન રાજાને બીજો પુત્ર ડયૂક ઑવ કબરલેન્ડ સૈન્ય સહિત ર્કોટલેન્ડ પહોંચી ગયે. બંને સે કલેડનસૂર પાસે સામસામાં થઈ ગયાં. કંબરલેન્ડ હાઈલેન્ડરોની યુદ્ધકળાનો મર્મ સમજી ગયો હતો, એટલે આ સમયે તેણે કરેલી વ્યુહરચના આગળ બંડખેરેનું કશું ચાલ્યું નહિ. એક કલાકના યુદ્ધમાં બંડખો થાક્યા, હાર્યા અને નાઠા. દૂર હૃદયના કબરલેન્ડ ઘાયલ થએલા હાઈલેન્ડરોની કતલ કરાવી નાખી. ચાર્લ્સને દેશમાં છુપાતાં અગણિત સંકટ સહેવાં પડ્યાં. આખરે અનેક અદ્દભુત સાહસ અને પરાક્રમો કરીને હાઈલેન્ડની એક અમીરજાદીની અપ્રતિમ રાજભક્તિ અને સાહસ વડે તે ફ્રાન્સ જઈ પહોંચે. ઈગ્લેન્ડને સિંહાસને બેસવાને ટુઅર્ટોને આ છેલ્લે પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. ચાર્લ્સ પ્રત્યે અદ્દભુત રાજનિષ્ઠા દાખવનારા હાઈલેન્ડર ઉપર સિતમ વર્ષાવવામાં આવ્યું. જે સરદારે મરતાં બચ્યા હતા, તેમની પાસેથી બધી સત્તા લઈ લેવામાં આવી. તેમની ટોળીના માણસોને હાઈલેન્ડનો પોશાક પહેરવાની મના કરવામાં આવી, તેમનાં શસ્ત્રો લઈ લેવામાં આવ્યાં, અને ફરીથી બળ ન થાય એ માટે ખૂબ સાવધાની રાખવામાં આવી. * ૧. એ કમનસીબ રાજકુમારનાં છેલ્લાં વર્ષો દુઃખમાં ગયાં. એ-લા–શાપેલની સંધિથી તે નિરાધાર થઈ ગયો. સ્પેન કે કાન્સ કેઈએ તેને આશ્રય આપ્યો નહિ. આવી નિરાશામાં દારૂ તેને આરામ બન્યો. આવા તેજસ્વી અને બુદ્ધિમાન જીવનને દયાપાત્ર અંત નીશાબાજીમાં આવ્યો, ઈ. સ. ૧૭૮૮.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy