SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ખંડના આગેવાનાને પકડીને ફાંસી દેવામાં આવી કે કારાવાસમાં માકલવામાં આવ્યા. કેટલાક (હાઈ લેન્ડરેશનાં શસ્ત્ર લઈ લેવામાં આવ્યાં, નવા કિલ્લા આંધવામાં આવ્યા, અને હાઈ લેન્ડમાં રસ્તા કાઢી એ પ્રદેશને ઉઘાડા કરવામાં આવ્યા.) (સસવાર્ષિક કાયદાઃ ત્રિવાર્ષિક કાયદા પ્રમાણે નવી પાર્લમેન્ટ ઇ. સ. ૧૭૧૮માં મળવી જોઈ એ. હજુ દેશની સ્થિતિ અસ્થિર હતી; ખંડના પડધા શમ્યા ન હતા, અને પ્રજાનું મન અશાંત અને વ્યગ્ર હતું, તેવે સમયે નવી પાર્લમેન્ટમાં કદાચ જિંગ પક્ષ નરમ પડી જાય એટલુંજ નહિ, પણ જેમ્સના પક્ષ જોર પર આવી જાય તે નવા રાજવંશ ઉખડી જાય, એવા ભયથી હકપત્રિકાના અંશભૂત ત્રિવાર્ષિક કાયદાના ભંગ કરી મંત્રીઓએ ઠરાવ્યું કે હવેથી દર ત્રણ વર્ષને બદલે સાત વર્ષે નવી પાર્લમેન્ટ મળે. પેાતાના પક્ષ દૃઢ કરવા ખાતર જિંગ મંત્રીએએ આપખુદી ચલાવી એ તે નિઃશંક છે. આ કાયદાથી આમની સભામાં લાંચરૂશ્વતના સંભવ વધ્યા, અને સભ્યોને લેાકા જોડે નિકટ પરિચયમાં રહેવાનું પ્રયાજન એછું થયું; પણ વરણીને અંગે થતાં ધમાલ અને ખર્ચ ઘટયાં, અને હેનેાવર વંશની સ્થાપના દૃઢ થઈ. વળી સભ્યાનું સ્વાતંત્ર્ય વધતાં તેમને કામમાં રસ લેવાના પ્રસંગ મળ્યા, અને રાજનીતિ એકધારી રહેવાને સંભવ વધ્યા.) આંતર નીતિઃ આ પ્રમાણે ટારી પક્ષને નિર્બળ કર્યાં, અને પોતાની સત્તાનાં મૂળ દૃઢ થયાં, એટલે વ્હિગ લેાકેામાં બે પક્ષ પડયા. ઇ. સ. ૧૭૧૬માં જ્યાર્જ હેનોવર ગયા, ત્યારે સ્ટેનહેાપને સાથે લેતા ગયા. ત્યાં જઈ તેણે ફ્રાન્સ અને હાલેન્ડ જોડે સંધિ કરી. ટાઉનશેન્ડને આ યેાજના નહિ ચવાથી તેણે રાજીનામું આપ્યું, એટલે સ્ટેનહેાપ મુખ્ય મંત્રી થયા. સ્ટેનહેાપે ઈતર ધર્મીઓ વિરુદ્ધના કાયદા રદ કર્યાં, પણ તે અમીરાનો ખરડા (Peerage Bill) પસાર કરાવી શકયા નહિ. જિંગ પક્ષને રાજા અને પ્રજા ઉભયના ભય હતા; તેમને તેા પેાતાની સત્તા ગમે તે પ્રકારે ટકાવી રાખવી હતી. એનના સમયમાં યૂટ્રેકટની સંધિ વખતે કેટલાક ટારી અમીરે બનાવવામાં આવ્યા હતા. ફરીથી એમ થવા ન પામે એવા આ - -
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy