SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ભળે તેવો સંભવ હતો. સ્કિટલેન્ડમાંથી પણ સહાય મળવાને સંભવ હતા.) ઘણાખરા સ્કટ લેક ઈંગ્લેન્ડ જેડે સ્કોટલેન્ડના સંગથી વિદ્ધ હતા. વળી સ્કટ વંશનો રાજા ઈગ્લેન્ડની ગાદીએ આવે, તેમાં તેમનું સ્વદેશાભિમાન પિશ્વાતું હતું. આ ઉપરાંત પરસ્પર વિશ્વના કારણથી પણ પ્રોટેસ્ટન્ટને આધારસ્તંભરૂપ અને જ્યોર્જના સહાયક કેમ્પબેલ કુટુંબ જોડે યુદ્ધ કરવાને પ્રસંગ મળતો હોય, તે ગમે તેને પક્ષ લઈને(હાઈલેન્ડના લોકે હથિયાર કિપાડવા તૈયાર હતા. ફ્રાન્સની મદદ વિના ડગલું પ્રણ ભરી શકાય તેમ ન છું. દુર્ભાગ્યે ટુઅર્ટોને આશ્રયદાતા ચૌદમે લુઈ બળવા પહેલાં મરણ પામ્યો, અને ફ્રાન્સના બાળરાજાના રક્ષક ડયૂક ઑવ્ ઍલિયન્સે જ્યોર્જ જોડે મૈત્રી કરી, એટલે ફ્રાન્સ તરફથી મદદની આશા ન રહી. (ઈ. સ. ૧૭૧ખા સપ્ટેમ્બર માસમાં અર્લ વ માર નામે સત્વહીશું, સહેચ્છ, ચંચળ પ્રકૃતિના, અને લશ્કરી કુનેહ વિનાના અમીરે બળવાને ઝંડો ઉપાડયો. અનેક હાઈલેન્ડર અને અસંતુષ્ટ હૅટ અમીરે તેને આવી મળ્યા. પ્રથમ ઉત્તર સરહદનાં પરગણુમાં બધા જગાડશે, એટલે થોડું સૈન્ય ત્યાં એકલવામાં આવ્યું; પણ શેડા જે કેબાઈટ વિના આ બંડમાં કઈ ભવ્યું નહિ. સેસ્ટન પાસે બળવાખોરોની ખબર લેવા રાજસૈન્ય આવી પહોંચ્યું. બળવાબેરે હાર્યા અને શરણે થયા. તેજ દિવસે સ્ટૅટલેન્ડમાં મારના સેન્સે વિહગ સૈન્ય સાથે શેરિફચૂર પાસે યુદ્ધ કર્યું. કમનસીબ જેમ્સ ટેલેન્ડમાં ઉતર્યો) તે માત્ર પોતાના પક્ષને પરાજય સાંભળવાને! તે તે આવ્યા તે પાછો ગયે; ધીમે ધીમે આ જેકબાઈટ બંડ શમી ગયું. સબળ નાયક વિનાના, અકાળે ઉઠાવેલા, અને નમાલા બંડનું પરિણામ શું આવે? ઠેરઠેર જેકબાઈ ટે હડધૂત થવા લાગ્યા. જેને ઈગ્લેન્ડમાંથી પગદંડ નીકળી ગયો, અને નવા રાજ્યતંત્ર પ્રત્યે લોકોની નિષ્ઠા દઢ થઈ. ૧. નીચેના પ્રાચીન સ્કેટ લોકગીતમાં આ યુદ્ધને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. There's some say that we won, And some say that they won, And some say that none won at a', man; But of one thing I'm sure, That at Sheriffmuir, A battle there was that I saw, man; And they ran and we rau, And we ran and they ran awa', man.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy