SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧e આવી અને લેકવિધ પ્રબળ થયે, એટલે રાણીએ વ્હિગ પક્ષને પદભ્રષ્ટ કરીને હાલીને મંત્રીપદ આપ્યું. હાલ હેશિયાર પણ ભીરુ હતું, એટલે સેન્ટ જ્હન મુખ્ય મંત્રી થયા. પછી હાલને “કસફર્ડને અમીર * અને વ્હનને “વાઈકાઉન્ટ બોલિંગોક” બનાવવામાં આવ્યા. - હવે માલબાને પાછા ફરવાની આજ્ઞા થઈ. તેના ઉપર નાણું ઉચાપત કરવાનો આરોપ આવ્યો. ખરેખર, એ મહાન અને કુશળ સેનાપતિ હતા, છતાં તેને આત્મા અધમ અને કૃપણ હતા. પ્રમાણિકપણે આક્ષેપને ઉત્તર આપવાને બદલે તે યુરેપમાં નાસી ગયો. ત્યાર પછી અમીરની સભામાં લ્ડિંગ પક્ષની બહુમતી તોડવા ૧૨ ટેરી અમીરે બનાવવામાં આવ્યા, અને યુટની સંધિ કરવામાં આવી, ઇ. સ. ૧૭૧૩. - વિલિયમે ટોરીઓની કેવી દશા કરી હતી, તે તેઓ ભૂલ્યા ન હતા. એથી તેમણે જેમ્સનો પક્ષ ખેંચે. બેલિંગબ્રોકે જેમ્સને ગાદીએ લાવી રાજ્યના ધણી થઈ પડવાની કુટિલ યોજના ઘડી કાઢી. જેમ્સ પ્રોટેસ્ટન્ટ ધર્મ સ્વીકારે તે તેને ગાદીએ લાવવાની ટેકરીઓની ઈચ્છા હતી, પણ ધર્મ વેચીને સિંહાસન મેળવવાની શૂરા કુમારે સ્પષ્ટ ના પાડી. રાજા રોમન કેથલિક હોય એ વાત ઐસફર્ડને સચતી ન હતી. એટલે ટોરી પક્ષમાં તડ પડ્યાં. રાણીએ બોલિંગ બ્રોકને પક્ષ ખેઓ, અને એંસફર્ડને રજા આપવામાં આવી. આ તકનો લાભ લઈને કેટલાક હિંગ ઉમરાવ મંત્રી સભા (Privy Council) માં દાખલ થયા, અને ઑકસફર્ડની જગાએ હેનવર વંશના હિમાયતી શ્રુમ્બરીના ઠાકરની નીમણુક થઈ. મરણ અને તુલના બે ત્રણ દિવસમાં રાણની પ્રકૃતિ બગડી, અને ઈ. સ. ૧૭૧૪ના ઓગસ્ટની ૧લી તારીખે રાણીએ શ્રઆરીના હાથમાં રાજમહેર મૂકી. તે સમયે હથિયારબંધ સિપાઈઓ શહેરમાં દાખલ થયા, અને માઉંબરે આવી પહોંચ્યો. પરંતુ સદ્દભાગ્યે કોઈ પણ પ્રકારની તકરાર વિના જ્યોર્જને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા. ૧. એનના છેલ્લા મંદવાડની ખબર સાંભળી તે સ્વદેશ જવા ઉપડયો, પણ તે તેના મૃત્યુના દિવસે આવી પહોંચ્યો. નવા રાજાએ તેને ફરીથી સેનાપતિ નીમ્યો, પણ છેડા સમયમાં તેનું શરીર કથળી ગયું. ઇ. સ. ૧૭૧પમાં તે મરણ પામ્યો..
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy