SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કળણવાળી જગાએ વહેળાની પાછળ ખાહીબંધી કરી હતી. પરંતુ ભડવીર માર્કબરાએ કામચલાઉ રસ્તા બનાવી ધસારા કર્યાં, અને ફ્રાન્સ તથા એવેરિશ્માના સૈન્યને સખત હાર ખવડાવી. આ યુદ્ધમાં હજારા માણસે મરાયાં, કેટલાંક નદીમાં ડૂબી મુચ્ય, કેટલાંક શરણે આવ્યાં, અને ખીજાં નાસી ગયાં. વળી એ સેનાપતિએ અને ૧૦૦ તાપા હાથ આવી, અને ૧૧,૦૦૦ માણસે કેદ પકડાયાં, ઇ. સ. ૧૭૦૪. ફ્રાન્સને આ ફટકા જીવલેણુ થઈ પડયા. આ રીતે આસ્ટ્રિ બચ્ચું, લુઈની યેાજના નિષ્ફળ ગઈ, અને એવેરિઆ મિત્રરાજ્યાને હાથ પડયું; ઉપરાંત યુરેાપમાં અજીત ગણાએલી ફ્રેન્ચ સેનાની શાખ ટી, અને અંગ્રેજોની ર્તિ વધી. ફ્રાન્સમાં ‘માલ્બુક’ નામ રડતાં છેકરાં માટે ‘હાઉ’ સમાન થઈ પડયું. અંગ્રેજોએ માર્લબરેશને ૫,૦૦,૦૦૦ પૌન્ડ ભેટ આપ્યા. ભેટની રકમમાંથી તેણે જે મહેલ બંધાવ્યા, તે ‘બ્લેનહીમ પેલેસ'ને નામે ઓળખાય છે. તેને યૂકને ઈલ્કાબ આપવામાં આવ્યા. પછી સ્પેનિશ કિલ્લેદારની ગફલતનેા લાભ લઈ ને જીબ્રાલ્ટરને! ખડક જીતી લેવામાં આવ્યેા. આજના કરતાં તે જમાનામાં તેની અગત્ય ઓછી હતી, તેમ છતાં આ જીત વધારે મહત્ત્વની લેખાઈ. ખીજે વર્ષે માર્લબરે નાના કિલ્લા સર કરતા ગયા. તેને વાટલુંના મેદાન પર જંગ ખેલવા હતા, પણ વલંદા સામા પડવાથી તેણે . સ. ૧૭૦૫માં ફ્રેન્ચાને રેમિલિઝ પાસે હરાવ્યા. પછી તેણે આખા બેલ્જીયમ તામે કર્યાં. શાહજાદા યુજીને ઇ. સ. ૧૭૦૬માં નેપલ્સ અને મિલાન જીતી લીધાં, અને ટુરીન પાસે લુઈના લશ્કરને એવી શિકસ્ત આપી કે પછી ફ્રેન્ચાને ઈટલીમાં પગ મૂકવાનું ઠેકાણું ન રહ્યું. હવે લુઈની સાન ઠેકાણે આવી. તેણે સંધિનાં કહેણ માકલ્યાં. તે આસ્ટ્રિમના શાહજાદાને ગાદી આપવાને તૈયાર હતા, પણ મિત્રરાજ્યાએ સંધિ સ્વીકારવામાં ભૂલ કરી; કારણ કે વિગ્રહ પાછેા ચાલુ થયા. વિશ્રહુ ચાલુ: ઇ. સ. ૧૭૦૭માં આએંઝાના યુદ્ધમાં મિત્રરાજ્યાની હાર થઈ, એટલે તેમને સ્પેન ખાલી કરવું પડયું. પરંતુ વિજય થતા. તેણે અને યુજીને મળીને ઇ. સ. ૧૭૦૮માં ફ્રેન્ચને હરાવ્યા, એટલે ફ્રાન્સ ઉપર સીધા હલ્લા કરી માર્લબરેને બધેજ ઉડેનાર્ડના યુદ્ધમાં શકાય એમ બન્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy