SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ Tો.' So we માર્લબનું નામ જન ચર્ચિલ હતું. તેને જન્મ ઇ. સ. ૧૬૫માં થયે હતે. તે રૂપાળો, ચાલાક, અને આકર્ષક રીતભાતને હતે. ચાર્લ્સ બીજાના સમયમાં જેમ્સ બીજે (યૂક ઑવ્ યોર્ક) સેનાધ્યક્ષ હતું, ત્યારે તે સૈન્યમાં જોડાયા હતા, અને બાહોશી અને ચપળતાથી ઉત્તરોત્તર પદવીએ ચડતે ગયો. જેમ્સ ચર્ચિલને ઉમરાવ બનાવ્યો હતો. મન્મથ હાર્યો અને સેજમૂરના યુદ્ધમાં જેમ્સના સૈન્યનો વિજય થયો, એ ચર્ચિલની શક્તિ અને કુનેહનું પરિણામ હતું. પરંતુ તે ધનલેભીસ્વાથી અને મતલબી હતા. વિશ્વાસઘાત કરવો એ તેને મન રમત હતી. સ્વાર્થ ડયૂક ઑવ્ માર્લબ ખાતર નિકટના માણસને દ્રોહ કરતાં તેનું હૃદય તેને ડંખતું નહિ. તે શાંતિથી અને વિચારપૂર્વક મહાન કાર્ય કરતે, પણ તે હડહડતું જુઠું બોલતે. તેનામાં મનુષ્યસ્વભાવનાં ઉત્તમ અને અધમ તની મેળવણી હતી. રાજ્યક્રાન્તિ વખતે જેમ્સને માટે લેહી રેડવા તૈયાર છું એમ કહેનાર ચર્ચિલ ખાનગી રીતે વિલિયમ જોડે સંદેશા ચલાવતો, અને એનને પણ વિલિયમના પક્ષમાં મળી જવાની સલાહ આપત. વિલિયમે તેને “અર્લ એવું માલબરે બનાવ્યું, અને આયર્લેન્ડના યુદ્ધમાં સેનાપતિ ની. માર્લબની ચડતી તેની પ્રવીણ અને બુદ્ધિમતી સ્ત્રી સારા જેનિંગ્સને લીધે થઈ હતી. માલબાએ ઈ. સ. ૧૬૭૮માં તેની જોડે લગ્ન કર્યું હતું. ! સારા જેનિંગ્સને અને એનને બાલ્યાવસ્થાથી સહીપણાં હતાં. તેમની વચ્ચે એટલી બધી ઘરવટ હતી, કે રાજદ્વારી શિષ્ટાચાર બાજુએ મૂકી એન તેની કહ્યાગરી થઈ ગઈ. આ તકને લાભ લઈ સ્વાર્થસાધુ માર્લંબરે વિલિયમ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy