SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ કરતાં યુરેપી યુદ્ધો અને રાજખટપટમાં તેને વધારે રસ પડત. તે અંગ્રેજી બોલી જાણતો નહિ, અને પ્રજાનું હૃદય પારખવાની તસ્દી લેતો નહિ. ન રાજા હોલેન્ડના સંરક્ષણની ખાતર અંગ્રેજ લશ્કર નિભાવતું હતું, એ વાત લકે ભૂલી શકતા ન હતા. પરંતુ તેની પત્ની મેરી સરળ હૃદયની, બુદ્ધિમતી. મમતાળુ અંતઃકરણની, કાર્યદક્ષ અને પતિવ્રતા સ્ત્રી હતી. તે અંગ્રેજી આચારવિચાર અને ભાવનાઓ સમજતી, એટલે વિલિયમના કાર્યમાં ઘણું મદદ આપતી. શરૂઆતમાં રાણી ઉપર લેકે રોષે ભરાયા હતા, પણ તેના ગુણોની સુવાસ ફેલાતાં તેની કપ્રિયતા વધવા લાગી. સ્વાર્થ, પ્રપંચ, દ્વેષ, અને પાર્લમેન્ટને વિરોધ છતાં વિલિયમ મેરીની સહાયથી ઈંગ્લેન્ડનું રાજ્યતંત્ર ચલાવતો હતે. ઈ. સ. ૧૬૯૪માં રાણી શીળીના રોગથી મરણ પામી, એટલે વિલિયમના હૃદયને આઘાત પહોંચ્યો. હવે રાજા અને પાર્લમેન્ટ વચ્ચેની સંગી કડી તૂટી ગઈધીમે ધીમે વિલિયમ ઉપર લેકને અભાવ વધે, અને તેની વિરુદ્ધ પ્રપંચ રચાયા. હવે વિલિયમની જાત જોખમમાં આવી પયા જેવું થયું. ઈ. સ. ૧૬૯૬માં લુઈની પ્રેરણાથી એવું કાવતરું રચવામાં આવ્યું, કે વિલિયમ શિકારે જાય ત્યારે તેનું ખૂન કરી નાખવું. સદ્દભાગ્યે કેટલાંક માણસો ફૂટયાં અને કાવતરું પકડાઈ ગયું. દરમિઆન વિલિયમે નામૂરને કિલ્લે સર કર્યો, એ સાંભળી અંગ્રેજો હરખાયા અને ઘડીભર રાજભક્તિને આવેશ ઉછળ્યો. એથી વિલિયમનું રક્ષણ કરવાને વફાદાર લેકેએ સંઘ સ્થા. ઈ. સ. ૧૬૯૭ સુધી વિલિયમને લુઈ જોડેનાં યુદ્ધો માટે પાર્લમેન્ટ ભરપટ્ટે નાણાં આપ્યાં. પરંતુ ઈ. સ. ૧૬૯૭માં રિસ્વિકની સંધિથી યુદ્ધનો અંત આવ્યો, એટલે પાર્લમેન્ટે રાજાને મદદ આપવાનું બંધ કર્યું. હવે કરકસરની યેજના થવા માંડી, અને પાર્લમેન્ટની પહેલી દષ્ટિ સૈન્ય ઉપર પડી. પૂર્વે દેશરક્ષાને નામે રાખેલા સૈન્યને કડવો અનુભવ પ્રજાને થયું હતું, એટલે લશ્કર અને નૈકાસૈન્યમાં કાપકૂપ કરવામાં આવી. બીજે વર્ષે રાજાના અંગરક્ષકેની ડચ પલટનને રજા આપવાની પાર્લામેન્ટ હઠ પકડી. સંધિ માત્ર તેમની છે, યુદ્ધ થવાનો સંભવ છે, અને સૈન્યની જરૂર પડશે, એવું રાજાએ સમર્થન કર્યું પણ વ્યર્થ. તેને લેકેની મૂર્ખતા અને દુરાગ્રહથી માઠું લાગ્યું, છતાં તે લેકેચ્છાને આધીન થયે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy