SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ લેડનના યુદ્ધમાં હાર્યો. પરંતુ આખરે તેણે ફ્રેન્ચ લશ્કરના દેખતાં નાસૂરને પ્રસિદ્ધ કિલ્લે કબજે કર્યો. આ વિજયથી બંને પક્ષોની શક્તિ સરખી થઈ. યુદ્ધ તો ઈ. સ. ૧૬૯૭ સુધી ચાલ્યું, અને બંને પક્ષ થાક્યા. છેવટે લઈએ ઈગ્લેન્ડ, ઑસ્ટ્રિઆ, અને હોલેન્ડ જોડે સંધિ કરી, પછી વિલિયમને ઈગ્લેન્ડને હકદાર રાજા સ્વીકાર્યો, અને હોલેન્ડ જોડે વ્યાપારી સંબંધ બાં. આ યુદ્ધમાં લુઈની સામ્રાજ્યતૃષ્ણને ફટકો પડે, અને વિલિયમે હોલેન્ડને ફ્રાન્સના તાબામાં જતું બચાવ્યું. આંતર નીતિઃ યુદ્ધોમાં અઢળક ધનની જરૂર પડવાથી નવા કર નાખવા પડયા, પણ તેથી ખર્ચને પહોંચી વળાયું નહિ. એથી રાજમંત્રી મગુએ નવી યુક્તિ અજમાવી. પૂર્વે રાજાએ જાતજોખમદારી ઉપર કરજ કરતા, પણ વિલિયમને માટે સંજોગે અનુકૂળ ન હતા. આથી મેગુએ પ્રજાકીય ઋણની પ્રથા પાડી. હવે સરકાર જે નાણાં કરજે લે, તેનું વ્યાજ ભરવાની જામીનગીરી પાર્લમેન્ટ તરફથી આપવામાં આવી, એટલે લેકોએ વિના સંકોચે સરકારને નાણાં ધીર્યા. શરૂઆતમાં કેટલાક હિગ વેપારીઓએ ૧૨ લાખ પૌડની રકમ ઉછીની આપીને કેટલાક હકની સનંદ મેળવી. ધીમે ધીમે એ વેપારી સંઘે ઈંગ્લેન્ડની બૅન્કનું સ્વરૂપ ધારણ કર્યું. તેને સરકારનાં નાણાંને વહીવટ સોંપવામાં આવ્યું, અને ચલણી નોટ કાઢવાની પરવાનગી મળી. આ બેન્કનો વહીવટ સરકારી જામીનગીરીથી ચાલતો હતો, એટલે કે નાણાં ધીરતાં અચકાતા નહિ. અદ્યાપિ પર્યત આ બૅન્ક સદ્ધર છે, અને ધમધોકાર કામ ચલાવે છે. હવે વિલિયમની સત્તા દઢ થઈ. કદાચ જેમ્સ પાછો આવે તો રાજ્યક્રાન્તિ થાય, અને જેમ્સ આ ઋણ સ્વીકારે નહિ, તે નાણાંનું શું થાય તેની લેકને ચિંતા હતી, એટલે જેમ્સ આવે નહિ અને વિલિયમનો પગ મજબુત થાય એમ લોકો ઈચ્છવા લાગ્યા. એ પછી રૂપાના સિક્કાની બનાવટમાં સુધારો કરીને તેની કિનારી કાંગરીવાળી બનાવવામાં આવી. મેરીનું મૃત્યુ ઇ. સ. ૧૬૯૪. પાર્લમેન્ટને રીઝવવા ખાતર વિલિયમ સુધારાના કાર્યમાં આડે આવતે નહિ, છતાં અંગ્રેજ જનતામાં વિલિયમ માટે સ્નેહભાવ ન હતું. ગમે તે પણ તે પરદેશી હતિ. ઈંગ્લેન્ડના હિત
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy