SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ હપત્રિકાઃ આ પ્રમાણે વિલિયમને ઈગ્લેન્ડનું રાજપદ મળ્યું. પછી, હંગામી પાર્લમેન્ટે રાજ્યકર્તાઓ જોડે ચોખવટ કરી નાખવા હકપત્રિકા તૈયાર કરી. તેમાં જેમ્સનાં અયોગ્ય કાર્યોની સવિસ્તર નેંધ લેવામાં આવી, અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યઃ રાજાથી કાયદાનો અમલ મોકુફ રાખી શકાય નહિ, સ્થાયી લશ્કર રાખી પ્રજાને ડારી શકાય નહિ, પાર્લમેન્ટની સંમતિ વિના કર નાખી કે ઉઘરાવી શકાય નહિ, તેની ઈચ્છામાં આવે તેવી રીતે ગમે ત્યારે ન્યાયાધીશને રજા આપી શકાય નહિ, પાર્લમેન્ટને વારંવાર બોલાવવી જોઈએ, પાર્લમેન્ટમાં વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય રહેવું જોઈએ, સર્વને સોં અને નિષ્પક્ષપાત ન્યાય મળવાની વ્યવસ્થા થવી જોઈએ, રાજા પોતે રોમન કેથોલિક ધર્મ પાળી શકે નહિ કે તે ધર્મવાળી સ્ત્રી જોડે લગ્ન કરી શકે નહિ, જેમ્સના વારસોને ગાદી ઉપરનો હક રદ કરીને વિલિયમ અને મેરીને ગાદી આપવામાં આવી છે, અને તેમના મૃત્યુ પછી તેમને સંતતિ ન &ાય તો એનને વારસ ગણવી. ઇ. સ. ૧૬૮૯માં આ હકપત્રિકાને વિધિપુરઃસર કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. રાજ્યક્રાન્તિઃ લેહીનું એક પણ ટીપું રેડાયા વિના જુલમી રાજાને રાજ્ય છોડવું પડયું, અને દેશની રાજ્યપદ્ધતિમાં પલટે થયે. હવે નિર્ણય થઈ ગયો કે દેશમાં રાજકર્તા પાલમેન્ટ છે, રાજા પ્રજાનો સેવક છે, અને તેની સત્તા ઈશ્વરદત્ત નહિ પણ પાર્લામેન્ટ પાસેથી મળેલી છે. રાજાને રાજ્ય ચલાવવાને હક વંશપરંપરાથી નહિ પણ રાજા અને પ્રજા વચ્ચેના કરારથી મળે છે, એમ સાબીત થયું. દેશના કાયદાથી રાજા પર નથી, અને પાર્લમેન્ટ પસાર કરેલે ધારો સ્વીકારી લીધા પછી કોઈ પણ મિષે તેને કોરાણે મૂકી શકાય નહિ, એ વાત હકપત્રિકામાં ભાર મૂકીને જણાવી હતી. આપખુદ અને બીનજવાબદાર અમલના દિવસે વહી ગયા, અને મર્યાદિત રાજસત્તાનો યુગ બેઠે. આ રાજ્યક્રાન્તિથી રાજ્યબંધારણમાં ફેરફાર થયે, અર્થાત રાજાના હાથમાંથી સત્તા સરી પડી, અને “લેકશાસનનું મંડાણ થયું. ૧. ઇ. સ. ૧૯૨૮માં આમની સભાએ લોકહક સુરક્ષિત રાખવા માટે “હકની અરજી કરી હતી. પછીનાં સાઠ વર્ષમાં જમાને પલટાઈ ગયે, અને જેસે છુંદી નાખેલું સ્વાતંત્ર્ય અખંડિત છે એમ પાર્લમેન્ટ જાહેર કર્યું, તેથી તેને “હલ્પત્રિકા' કહે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy