SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઘડ્યાં, અને અપ્રતિસાગ્રાહીઓ છૂટ્યા, પણ રાજાને ધાર્યો દાવ ન પડ્યો. ચતુર અપ્રતિજ્ઞાગ્રાહીઓ અને પ્રેમ્બિટિરિયને સમજી ગયા કે રાજાની ખરી દાનત કેથલિક લોકોને ધર્મછૂટ આપવાની છે. તેમણે ધર્મ કરતાં પ્રજાકીય સ્વાતંત્ર્યને મેંવું માન્યું, અને આવી ધર્મછૂટ લેવાની ના પાડી છતાં રાજાએ ઇ. સ. ૧૬૮૮માં જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રત્યેક ધર્માલયમાં વાંચવાની આજ્ઞા કરી. રાજાની અવિચારી આજ્ઞાને ખુલે ભંગ થયે. કોઈએ તે જાહેરનામું વાંચ્યું નહિ. સાત ધર્માધ્યક્ષેએ રાજાને અરજી કરી, કે અમને અધમ કાર્ય કરવાની ફરજ પાડવી ન જોઈએ. રાજા અરજી વાંચીને ક્રોધે ભરાયો; કારણ કે અરજી છપાવીને પ્રજામાં ખુલ્લે હાથે વહેંચવામાં આવી હતી. તેણે અરજદારને કેદ કર્યા, અને તેમના ઉપર કામ ચલાવ્યું. પ્રજાએ આ સામાન્ય મુકર્રમાને રાષ્ટ્રીય પ્રશ્નનું સ્વરૂપ આપ્યું. ધમાં ધ્યક્ષ તરફથી કેટલાક પ્રવીણ વકીલે બહાર આવ્યા. પછી તપાસ ચાલી, સાક્ષીઓ લેવાયા, પુરાવા રજુ થયા. અને પચે સર્વાનુમતે તેમને બીનગુનેગાર ઠરાવ્યા. એથી પ્રજાએ હર્ષનાદ કર્યો. ઘોડેસવારેએ મારતે ઘડે આ વધામણી દૂરનાં શહેરોમાં પહોંચાડી. દેવાલયમાં ઘંટા વાગી, અને છાવણીના સિપાઈઓએ પણ હર્ષનાદ કર્યા. જેમ્સની ખાતરી થઈ કે મારાં માણસો અને સમગ્ર પ્રજા મારી વિરુદ્ધ છે. સાત ધર્માધ્યક્ષોની તપાસ દરમિઆન રાજાને ત્યાં પુત્રજન્મ થયો, પણ એ કમનસીબ બાળકને કોઈ એ આવકાર ન આપે; કારણ કે એથી તો કેથેલિક રાજાની પરંપરા ચાલવાની એમ લેકને લાગ્યું. રાજાના અદાવતીઆઓએ એવી વાત ફેલાવી કે એ કુંવર ખરો નથી, પણ બહારથી આણેલ છે. જેમ્સ -કુંવરના ખરાપણું વિષે પુરાવા આપ્યા, પણ વીફરેલી પ્રજાએ કશું માન્યું નહિ. હવે લેકના હૃદયમાંથી રાજભક્તિના રહ્યાસહ્યા તણખા હલવાઈ ગયા, અને રાજ્યક્રાન્તિનો સમય આવી પહોંચ્યો. • એરેંજના વિલિયમને આમંત્રણ૩૦મી જુન, ઈ. સ. ૧૬૦૮. જે દિવસે ધર્મગુરુઓ માનભેર છૂટી ગયા, તેજ દિવસે આરેજના વિલિયમને પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું. વિલિયમ જેમ્સને જમાઈ હતા, અને ટેસ્ટન્ટ ધર્મને સ્તંભરૂપ હતો. ફ્રાન્સના કટ્ટા શત્રુ વિલિયમને આ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy