SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ અનુકૂળ માણસ ગોઠવી દઈ સર એડવર્ડ હેલ્સને પાયદળને સેનાપતિ બનાવ્યું. આથી તેના ઉપર કામ ચાલ્યું, પણ હસે રાજાને પરવાને બતાવ્યું, એટલે ખુશામતખોર ન્યાયાધીશોએ રાજાની તરફેણમાં ચુકાદો આપે. રાજાને આવો હક કાયદેસર હતું, પણ પાલમેન્ટ ચાર્લ્સ બીજાને એ હક ન વાપરવાની ભલામણ કરી હતી. પરંતુ આ નિર્ણયને લાભ લઈ જેમ્સ લશ્કરમાં કેથલિક અમલદારે ભરવા માંડયા, અને કેથલિક લેકેની વિરુદ્ધના સર્વ કાયદા રદ કર્યો. તેણે કેથલિક પંથીઓને પ્રધાને નીમ્યા, અને એક ધર્મબંધુને આયર્લેન્ડનો વાઈસરોય બનાવ્યો. ઈ. સ. ૧૬૪૧માં બંધ થએલી “હાઈ કમિશનરની અદાલતને સજીવન કરીને હત્યારા જેફીઝને મુખ્ય ન્યાયાધીશ ની. રાજાની આજ્ઞા વિરુદ્ધ જે જે ધર્મગુરુઓ કેથલિક પંથનું ઘસાતું બોલે, તેમને તેમાં સખત દંડ થવા લાગ્યા. કસોટીના કાયદાની રૂએ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજનાં વિદ્યાપીઠમાં કેથોલિક અધ્યાપકે કામ કરી શકતા નહોતા, પણ જેમ્સ તેમનો માર્ગ મોકળો કરવાની પેરવી કરવા લાગ્યો. તેણે એક કેથેલિકને ઍકસફર્ડના મહાવિદ્યાલયને ઉપરી બનાવ્યો. બીજા મહાવિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખની જગા ખાલી પડી, એટલે રાજાએ કેથલિકની પસંદગી કરવા જણાવ્યું; પણ સમિતિના પ્રોટેસ્ટંટ સભ્યોએ વિરોધ કર્યો, એટલે સર્વને કાઢી મૂકી કેલિક પંથીઓને ગોઠવી દીધા. વળી એક કેથેલિકને ઍકસફર્ડને ધર્માધ્યક્ષ બનાવ્યો. આ પ્રમાણે ધર્માધ રાજાએ શિક્ષણ, સેના, ધર્મ, અને રાજદ્વારી વિભાગમાં સહધમાં ભરી દીધા, અને પ્રજાકીય સ્વાતંત્ર્યની અવગણના કરી. જો કે તેના મિત્રોએ તેને શાંતિ જાળવવાની, લુઈએ સાવચેતીથી કામ લેવાની, અને ડાહ્યા કેથલિકોએ દેશના કાયદાઓને માન આપવાની શિખામણ આપી, તોપણ જેમ્સ પરવા કર્યા વિના વર્તવા લાગ્યું. જેમ્સના આ "ત્યાચારો લંડનની પ્રજા મુંગે મેં એ જોઈ ન રહી, એટલે રાજાએ કેથેલિક મસ ઈઓનું સૈન્ય તૈયાર કરી પ્રજાને દબાવી દેવાનો મનસુબે કર્યો. આ પ્રમાણે કસોટીના કાયદાને ભંગ કરીને રાજા અટક્યો નહિ. ઈ. સ. ૧૬૮૭માં તેણે ધર્મછૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, અને કેથલિકે તથા અપ્રતિજ્ઞાગ્રાહીઓ વિરુદ્ધના કાયદાને અમલ બંધ કર્યો. ફરીથી બંદીખાનાં ૧૩
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy