SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રામનાની વિદાયઃ રામન લશ્કર વિદાય થતાં ઉત્તરમાંથી પિકટ અને સ્કાટ લુટારા ઉતરી પડ્યા. તેઓ ગામે લૂટવા અને બાળવા લાગ્યા. બ્રિટનામાં પોતાના જાનમાલ બચાવવાની શક્તિ ન હતી. આશરે ચાલીસ વર્ષ સુધી તેમણે મદદ માટે અરજીએ મેાકલાવી, પણ સહાય મળી નહિ. છેવટે તેમણે હેન્જીસ્ટ અને હાસ્યું નામના જર્મન સરદારાને પાતાનું રક્ષણ કરવા માટે એલાવ્યા, પણ આ મિત્રા તે શત્રુ કરતાંએ ભયંકર નીવડ્યા. તેમણે બ્રિટનેાના શત્રુઓને હરાવી હાંકી કાઢવા એ ખરું, પણ તે બ્રિટનાની સામે થયા, અને તેમને હરાવી ત્યાં તેમણે પેાતાનાં માણસે વસાવ્યાં. તેમની પાછળ બીજી જર્મન ટાળીઓ પણ આવી પહોંચી. બ્રિટનેાના આમંત્રણથી આવેલા લાકા બ્યુટ જાતિના હતા. તેમણે કેન્ટમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેમની પછી ઈંગ્લેન્ડના દક્ષિણ અને પૂર્વ કિનારા ઉપર સેકસના ધસી આવ્યા. બ્રિટને આ નવા શત્રુએની સામે થયા ખરા, પરંતુ સઘળું ફેાકટ ગયું. સેક્સને કદાવર અને ગૌર વર્ણના હતા. પ્રથમ તેમને જ્યુટ લેાકેા જોડે યુદ્ધો કરવાં પડ્યાં. તે નદીમાર્ગે દેશના અંદરના ભાગમાં દાખલ થયા, પણ ત્યાં વસવાટ કરવાનું કાર્ય વિકટ હતું. બ્રિટને સેક્સનાની સામે તે થયા, પણ સેક્સનેાએ તેમને પશ્ચિમમાં હઠાવી કાઢીને પોતાનાં સંસ્થાને સ્થાપ્યાં.૧ આ લોક કાઈ પણ નવા પ્રદેશ જીતી લે, કે તરતજ ત્યાં વસવાટ કરી ખેતી શરૂ કરી દેતા; પછી વસ્તી વધી જાય, ત્યારે જુવાનીમ પોતાની એક ટાળી બનાવી ખીજે સ્થળે જઈને વસે, અને બ્રિટન લેાકેાને ત્યાંથી હાંકી કાઢે એમ ચાલ્યું. આ સેક્સન શત્રુઓની સામે લડાઈમાં ઝૂઝનાર આર્થર નામના રાજા હતા. ટેનિસને તેને પાતાનાં કાવ્યામાં અમર કર્યો છે. સેસન લેાકેા દક્ષિણમાં વસતા હતા, ત્યારે એંગલ લેાકાર પૂર્વમાં ૧. જે શહેરના નામને છેડે Sex હાય, તે સેકસન સંસ્થાન જાણવું. ઉદાહરણSussex, Essex, Wessex. ૨. અગલ લેકાની ટાળીએ Folk કહેવાતી. ઉત્તર અને દક્ષિણની બે ટાળીઓએ જે સ્થળે વસવાટ કર્યા, તે અનુક્રમે Norfolk, Suffolk કહેવાય છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy