SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાની મર્યાદા આંકવામાં આવી. તેમાં એમ કરાવવામાં આવ્યું, કે કોન્વેલ મરણ પર્યત દેશરક્ષક રહે, તેને બાંગે પગાર મળે, અને પાર્લમેન્ટ દર ત્રણ વર્ષે ઓછામાં ઓછી એક વાર મળે. | દેશરક્ષકની આંતર નીતિઃ ૧૬૫૩–૧૬૫૮. ચાર્લ્સના વધને પાંચ વર્ષ થતા પહેલાં એકજ હાથમાં સર્વોપરિ સત્તા જઈ પડી. નવી પાર્લમેન્ટ મળી, તે પહેલાંના દસ માસ કોમ્બેલે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેણે દેશમાં વિદ્યાની વૃદ્ધિ થાય તેવા ઉપાયો ક્ય, ખર્ચમાં કરકસર કરી, સર્વને સરખા ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી, અને ગરીબ ખેડુતો અને જમીનદારોની. સ્થિતિ સુધારવાની મહેનત કરી. તેણે ર્કોટલેન્ડને ઈગ્લેન્ડ સાથે જોડી દીધું. નવી વિશાળ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ ઈ. સ. ૧૬૫૪માં મળી. તેમાં માત્ર રોમન કેથલિક અને રાજાના પક્ષના માણસે ન હતા. તેમાં ઈ. સ. ૧૬૩રના સુધારાના ખરડાનાં ઘણું તને સમાવેશ થતો હતો. નવી સભામાં કોલના ઘણા શત્રુઓ આવ્યા. તેમણે માત્ર “હા જી હા કરવાને બદલે રાજ્યબંધારણની ચર્ચા ઉપાડી. દેશમાં એકજ માણસ સર્વોપરિ હોઈ શકે કે નહિ, તે પર જુસ્સાદાર વિવેચન થવા લાગ્યાં. પરંતુ કોમ્બેલે તેમને કહ્યું કે જે કાયદા અને બંધારણને અંગે તમે પિત પાર્લમેન્ટમાં બેસવા પામ્યા છે, તેને તમારાથી હાથ લગાડી શકાશે નહિ. પરંતુ નવા સભાસદો સ્વતંત્ર મિજાજના હેવાથી ડરી જાય તેવા નહતા. જો કે પિતાની વિરુદ્ધ થનારા ૧૦૦ સભાસદોને કોમ્બેલે પાર્લમેન્ટમાં આવતા બંધ ક્ય, પણ એટલાં બધાં વિરોધી ત રહી ગયાં, કે પાંચ માસની અંદર તેને પાર્લમેન્ટ બરખાસ્ત કરવી પડી. હવે તેણે એકલે હાથે રાજ્ય કરવા માંડયું. તેને અમલ દરેક રીતે લશ્કરી હતી. તેણે દેશને ૧૦ પરગણાંમાં વહેંચી નાખે, અને દરેક ઉપર એકેક દંડનાયક” (Major General) ની. આ નાયકેએ ચાર્સના જેવી આપખુદી ચલાવવા માંડી. દેશના જુના ધારાઓને અમલ બંધ પડે, ગેરકાયદેસર કરવેરા ઉઘરાવવામાં આવ્યા, અને લોકોને કડક સજા થવા લાગી. બેડશે જેવાને પણ ક્રેજ્વલે તુરંગમાં મોકલી દીધો. આથી રાજાના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy