SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ,, સાંભળ્યા બાદ તેણે કહ્યું, “તમારી ઘડી ભરાઈ ચૂકી છે, અને ઈશ્વરે તમને તજી દીધા છે; હું તમારી લવરી બંધ કરી દેવા માગું છું. તમારે અહીં વધારે વખત મેસવું એ યેાગ્ય નથી. તમે કંઈ પાર્લમેન્ટ નથી. તેણે પગ પછાડયા, એટલે ત્રીસ સૈનિકાએ અંદર આવી સભા વીખેરી નાખી. પ્રમુખે ખુરસી પરથી ઊઠવાની ના પાડી, એટલે તેનેા ઢાથ પકડી ઉડાડી મૂકવામાં આવ્યા. પછી બારણાંને તાળું મારી ક્રોબ્વેલ કુંચી લઈ ગયા. ઇ. સ. ૧૬૪૦ માં બેઠેલી લાંબી પાર્લમેન્ટને અંત બળાત્કાર અને અપમાનમા આવ્યા, પણ તેની પોતાની અનુમતિ વિના તેને વીખેરી શકાય તેમ ન હતું. હવે દેશમાં ક્રોમ્બેલ અને તેના સૈન્યની સત્તા રહી. ક્રોમ્બેલે પેાતાના અધિકારથી નવી પાર્લમેન્ટ એલાવી. તેના સભ્યેા પ્રજાએ પસંદ કરેલા ન હતા, પરંતુ ક્રોમ્બેલ અને તેના પક્ષના માણસોએ અનુકૂળ માણસ મેકલ્યા હતા. એમાં સ્કાર્ટલેન્ડ અને વેલ્સના કેટલાક સભ્યા હતા. આ પાર્લમેન્ટે કેટલાક સારા કાયદા ઘડયા, પણ ઉત્સાહના આવેશમાં તેણે એટલા બધા સુધારા કરવા માંડયા, કે દેશમાં અશાન્તિ વ્યાપવાના ભય દેખાયા. ક્રોમ્બેલ તેનાથી કંટાળી ગયા, અને સભ્યામાં તકરારા થવા લાગી, એટલે પાંચ માસમાં સર્વ સત્તા ક્રોમ્બેલને સાંપી પાર્લમેન્ટ બરખાસ્ત થઈ, ઇ. સ. ૧૬૫૩. હવે શું કરવું ? તરવારને જોરે ચલાવેલું રાજ્ય લાંખે। કાળ ટકી શકતું નથી. લાંખી પાર્લમેન્ટના અનુભવથી ક્રોમ્બેલ એટલું તેા સમજી શકયેા હતેા, કે દેશમાં કાઈ પણ સત્તા પ્રબળ હાવી જોઈ એ, અને રાજ્યનાં સવ અંગે તે સત્તાને વશ રહીને ચાલે, તાજ દેશમાં શાન્તિ રહે; કારણ કે બીનજવાબદાર અને એકહથ્થુ સત્તા પણ સ્વતંત્રતાનો નાશ કરનારી નીવડે છે. લશ્કરી અધિકારીઓની સૂચનાથી ક્રોમ્બેલે ‘ દેશરક્ષક ’નું ગૌરવભર્યું પદ કાર્યું. તેની જોડે એક મંત્રી સભા અને પાર્લમેન્ટ પણ હાવાં જોઈએ, એવું હેરાવવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યતંત્રનાં સાધન ( Instrument of Government ) વડે રાજ્યબંધારણ ઘડી કાઢી પાર્લમેન્ટ અને દેશરક્ષકની સ્વી ૧. આ પાર્લમેન્ટને બરખાન્સ’ પાર્લમેન્ટ’ કહેવામાં આવે છે; કેમકે તેના એક સભ્યનું નામ પ્રેઈઝ ગાડ બર ખાન્સ (ખુલ્લાં હાડકા) હતું. એ જમાનામાં પ્યૂટિન . લાર્કા ખાઇબલનાં નીતિસૂત્રોના નામ તરીકે ઉપયાગ કરતા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy