SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કંપેર જ્ઞાન હતું. વળી તેને રાજા પ્રત્યે આદર અને ભક્તિની લાગણી પણ હતી, એટલે રાજાને મારવાની તેની ઇચ્છા ન હતી. તેણે ચાર્લ્સને લંડન જતા અટકાવ્યા, અને હાથમાં આવેલી તકના લાભ લેવાને બદલે તેને રાતેારાત નાસી જવા દીધા. રાજા ઓક્સફર્ડે જઈ પહોંચ્યા. પરંતુ Ăાટલેન્ડમાં રાજાને પક્ષ મજબુત થયા. ત્યાંના કેટલાક અમીરાએ રાજાનેા પક્ષ લીધા, તેમાં મેન્ટ્રીઝને અમીર જેમ્સ ગ્રેહામ મુખ્ય હતા. તેણે હાઈ લેન્ડરાનું લશ્કર તૈયાર કરી યુદ્ધો કરવા માંડ્યાં. તેને ઉપરાઉપરી વિજય મળતા ગયા, જેથી પાર્લમેન્ટના નેતાઓ ગભરાઈ ગયા. નવી સેના: ક્રોમ્બેલ જાણતા હતા કે ધોડેસવારેા કરતાં ફૂડિયાએ ધણા ઉતરતા છે. રાન્તના લશ્કરમાં અમીરઉમરાવે ગૃહસ્થા, અને તેમનાં તાલીમ પામેલાં કવાયતી માણસે। હતાં. તેમની આગળ ગમાર અને રખડેલ, ચાકરડા અને એવા બીજા માણસેાનું શું ગજું ? ન્યૂમેરીના બીજા યુદ્ધ પછી ક્રોમ્બેલે એવા આરોપ મૂકયા, કે મેન્ચેસ્ટરના ઠાકારનું વલણ રાજા તરફ હાવાથી તે બરાબર દીલ દઈ ને લડતા નથી. આથી પાર્લમેન્ટમાં જબરી ચકચાર ચાલી અને એવા ઠરાવ થયા, કે પાર્લમેન્ટના સભ્યથી લશ્કરી અમલદાર થઈ શકાય નહિ. આ કાયદાને ‘આત્મભાગના કાયદે’ (Self-denying Ordinance) કહે છે; કેમકે તેમાં પાર્લમેન્ટના સભ્યાને લશ્કરી અધિકાર છોડી દેવા જેટલા આત્મભાગ આપવા પડતા હતા હવે પાર્લમેન્ટે લશ્કરની નવી રચના કરવાના ઠરાવ કર્યો. એથી સરદારાના હાથ નીચેનાં પરગણાંની લશ્કરી ટુકડીઓને બદલે એકજ લશ્કર રાખી તેનું ઉપરીપણું પાર્લમેન્ટે રાખ્યું, અને એક સેનાપતિની નીમણુક કરી. પરિણામે લાર્ડ ફેરફૅકસ સેનાપતિ બન્યા, અને ક્રેમ્પેલ હયદળને ઉપરી થયે. ક્રમ્બેલે નવી સેના રચવાનું કાર્ય માથે લીધું. તેણે ગમે તેવા રખડેલ માણસાને બદલે ધાર્મિક વૃત્તિવાળા માણસાને લશ્કરમાં રાખવાને ઠરાવ કર્યાં. તેણે નિપુણ અમલદારો અને બહાદુર સિપાઈ એને સખત કવાયતમાં પલાટવા માંડયા. સિપાઈ એને સારા અને નિયમિત પગાર આપવામાં આવ્યેા. આથી નવી સેનામાં વિચારશીલ, મુદ્ધિમાન, આબરૂદારી ધંધાદારી અને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy