SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ 1: સભ્યા હતા. પ્યૂરિટના એપિસ્કાપલ પંથને નાબુદ કરવા માગતા હતા, એટલે તેમણે પાર્લમેન્ટમાં તે મતલબને ખરડાં આણ્યો. અત્યાર સુધી રાજાની સામે થવામાં એકત્ર બનેલી પાર્લમેન્ટમાં હવે એ તડ પડયાંઃ જીના વિચારને વળગી રહેનારા લેાકાને પ્યૂરિટનાની વાત પસંદ પડી નહિ. તેમણે રાજાના પક્ષમાં ભળવાનું પસંદ કર્યું. કેટલાકના મત રાજાની તરફેણમાં વહ્યું. રાજાએ આપણું કહ્યું કર્યું છે, આપણે તેના સલાહકારને સા કરી છે, તે। હવે શા માટે હદ પાર જવું જોઈ એ ? આટલેથી ચાર્લ્સને પક્ષ સબળ થયે. તે Ăાટલેન્ડ જઈ લોકપ્રિય થવાના પ્રયત્ન કરવા લાગ્યા. તે દરમિઆન આયર્લેન્ડમાં બેડ જાગ્યું, અને હજારા પ્રોટેસ્ટન્ટાની કતલ કરવામાં આવી. લાકામાં વાત ચાલી કે રાારાણીના આમાં હાથ છે. પાર્લમેન્ટના પ્યૂરિટન પક્ષે આ વાતને સાચી માની, અને પાર્લમેન્ટ મળી ત્યારે પિમ અને તેના મિત્રએ તકના લાભ લઈ એક લેખ તૈયાર કર્યાં. તેમાં સર્વ વૃત્તાંતેને વિગતવાર હેવાલ આપી ચાર્લ્સની રાજનીતિને વખાડી કાઢવામાં આવી, અને પ્રજાની ફરિયાદેા રજુ કરી તે દૂર કરવાના ઉપાયા સૂચવવામાં આવ્યા. આ લેખને માટે વાંધા' કહે છે. આ લેખ વિષે પાર્લમેન્ટમાં બંને પક્ષ વચ્ચે જબરી તડાતડી થઈ. સવારના નવથી રાતના અગિઆર સુધી દલીલે। અને તકરારા થઈ, અને માત્ર ૧૧ વધુ મતે તે પસાર થયેા. તેમાં મુખ્ય માગણી એ હતી કે જેમનામાં લાકે વિશ્વાસ મૂકી શકે તેવા માણસાને રાજાએ પ્રધાના નીમવા; પણ કેટલાકને લાગ્યું કે પ્યૂરિટન પક્ષની માગણીઓ મંજીર થાય, તે રાજા માત્ર શાભાનું પુતળું બની જાય. આ લેખની હજારા નકલા છપાવી ગામેગામ વહેંચવામાં આવી. એથી પ્રજામાં હાહાકાર થઈ ગયા. જ્યાં ત્યાં રાજાની અને તેનાં કામેાની નિંદા થવા લાગી, અને પ્રાણાંતે પણ પાર્લમેન્ટની પડખે ઉભા રહેવાને લાકાએ નિશ્ચય કર્યો. પિમ વગેરે ઉપર ધસારોઃ મેાટા વાંધાને લીધે એક પક્ષે ચાર્લ્સની તરફદારી કરી. તે પક્ષના સભ્યા અંતીમ ઉપાયે લેવા તૈયાર ન હતા. ચાર્લ્સ ડાહ્યો અને સુાણુ હાત, તે આ લેાકેાની મદદથી કામ લઈ શકત. પરંતુ તેણે એક એવું. પગલું ભર્યું, કે પ્રજાપ્રાપના અગ્નિ ભભૂકી ઊઠયા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy