SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પાર્ટમેન્ટે રાજાના માનીતા પણ-ત્રજાના જુલમગારેની ખબર લેવા માંડી. સ્ટેફર્ડ અને ડને કેદમાં પૂરવામાં આવ્યા. પિમે સ્ટેફર્ડ ઉપર - સોહને આરોપ મૂક્યો અને કહ્યું, ‘આ રાજદ્રોહ એટલે રાજાને લેહ એમ નહિ પણ પ્રજાને દ્રોહ સમજવો. અમીની સભામાં આ આપની તપાસ ચાલી. શરૂઆતમાં સ્ટેફર્ડે આ આરેપની દરકાર કરી નહિ, પરંતુ - અમીની સભામાં શું ચાલે છે એ સાંભળવા તે ગયો હતો, ત્યાંથી તેને પકડીને કિલ્લામાં એકલી દીધે. સજદ્રોહને આરેપ પુરવાર કરવાની મુશ્કેલી લાગી, એટલે આમની સભાએ ઠરાવ્યું કે ટ્રેફર્ડ દેહાંતદંડને લાયક છે. આ ખરડે પસાર કરવામાં અમીરએ આનાકાની કરી, પણ તેવામાં એવી અફવા - ઊડી કે ઉત્તરમાં રાજા લશ્કર તૈયાર કરે છે, અને તેની મદદથી તે સ્ટેફર્ડને - છુટે કરનાર છે. તસ્વજ અમરેએ ખરડે પસાર કર્યો. “તારે વાળ પણ વાંકે નહિ થવા દઉં” એવું વચન આપનાર રાજાએ વફાદાર નેકરના શિરછેદના હુકમ પર સહી કરી. સત્તાના જોમમાં પાર્લમેન્ટ એવે ખરડો પસાર કર્યો, કે આ પાર્લએન્ટને તેની સંમતિ વિના રાજાએ વિસર્જન કરવી નહિ. વળી દર ત્રણ વર્ષે પાર્લમેન્ટ મળવી જ જોઈએ. રાજાને પાર્લમેન્ટ પાસેથી નાણું લેવાની લાલચ હતીએટલે તેણે બંને ખરડા પર સહી કરી. હવે પાંઉમેરે ધાર્મિક સુધારાનું કાર્ય હાથમાં લીધું. આ સભામાં કેટલાક ચુસ્ત યૂરિટન, કેટલાક પ્રેઅિટિરિયન, અને કેટલાક એપિસ્કાયલ ૧. આ સાંભળી સ્ટેફર્ડ બેલ્યો, “રાજાઓને વિશ્વાસ કોઈ કરશો નહિ.” ઈ. સ. (૧૬૪૧ના મેની ૧રમી તારીખે તે વધસ્થભ તરફ ચાલ્યો. રસ્તામાં હૈડે બંદીખાનાની - બારીમાંથી હાથ લંબાવી તેને છેલ્લો આશિર્વાદ આપ્યો. સ્ટેફર્ડે શાંતિ અને શૈર્યથી મૃત્યુની તૈયારી કરી. તેણે પ્રભુપ્રાર્થના કરી, અને આસપાસ એકઠા થએલા મિત્રોને કહ્યું, કે “હું મૃત્યુથી ડરતે નથી; સુવા જતી વખતે હું જેટલા આનંદથી મારી બંડી ઉતારું છું, તેટલાજ “આનંદથી અત્યારે પણ ઉતારું છું.” પછી જલ્લાદને માફી આપી તેણે ઢીમચા પર માથું ભૂકર્યું; કુહાડી પડી અને એકજ ઝટકે તે ધડથી જુદું થઈ ગયું. જુલમગારને છેલ્લી જિળા એક હજારે લોકો એકઠા થયા હતા. તેમણે હર્ષના પકાર કર્યા તેનું માથું ઊડી ગયું.” ટ્રેફર્ડના મસ્તક જેડે એકહથ્થુ અને બીનજવાબદાર રાજ્યપદ્ધતિ ઊડી ગઈ.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy